Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ગોડાઉનમાં 45 કલાકથી આગ ઓલવવાની જહેમત:4 જિલ્લાના 10 ફાયર ફાઈટરો દ્વારા પાણીનો અવિરત મારો છતાં 44.46 કરોડની મગફળીનો જથ્થો સંપૂર્ણ સ્વાહા

    11 hours ago

    મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા એક બંધ ગોડાઉનમાં શનિવારે બપોરે લાગેલી ભીષણ આગ 45 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદીને સંગ્રહ કરવામાં આવેલી અંદાજે 44.46 કરોડ રૂપિયાની કિંમતની મગફળી આ આકસ્મિક આગમાં બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. આ ચકચારી દુર્ઘટના અંગે ગોડાઉનના મેનેજરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર જાણ કરતા પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 4 જિલ્લાની ફાયર ટીમો મેદાને છતાં આગ બેકાબૂ રફાળેશ્વર ગામના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા 'મેજિક સિરામિક' નામના કારખાનાના ગોડાઉનમાં શનિવારે બપોરે આશરે 1:30 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. મોરબી મહાપાલિકાના ફાયર ઓફિસર જયેશ ડાકીના જણાવ્યા અનુસાર, આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને વાંકાનેરથી પણ તાત્કાલિક 10 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે બોલાવવા પડ્યા હતા. છેલ્લા 45 કલાકથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને હાલમાં પણ 7 ફાયર ફાઈટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા છે, તેમ છતાં મગફળીનો 100% જથ્થો બળી ગયો છે. 44.46 કરોડના આંધણની પોલીસમાં સત્તાવાર નોંધ આ ગંભીર આપત્તિ અંગે રાજકોટની અક્ષરધામ સોસાયટીમાં રહેતા 69 વર્ષીય ગોડાઉન મેનેજર હસમુખભાઈ ગોરધનભાઈ વાણંદે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, આ સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની કુલ 1,59,581 ગુણીઓ રાખવામાં આવી હતી. પ્રત્યેક ગુણીમાં 35 કિલો મગફળી ભરેલી હતી, જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થવા જાય છે. ગોડાઉન સંપૂર્ણ બંધ હાલતમાં હતું ત્યારે જ અચાનક આ આગ ભભૂકી ઉઠી હતી. હાલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયા આ મામલે ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે. વેરહાઉસ કોર્પોરેશન સામે નાફેડ કરશે ક્લેમ મગફળીનો આટલો મોટો જથ્થો બળી જવાની ઘટના પર નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી નિયમો મુજબ ગોડાઉનની અંદર આગ લાગવાથી માલસામાન બળી જવાના કિસ્સામાં તમામ પ્રાથમિક જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની બને છે. આ ભયાનક આગથી નાફેડને જે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, તેના વળતર માટે વેરહાઉસ કોર્પોરેશન સામે કાયદેસરનો ક્લેમ દાખલ કરવામાં આવશે. આ સાથે જ વેરહાઉસ કોર્પોરેશન દ્વારા આગ લાગવાના કારણો શોધીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    માલધારી પર સિંહના હુમલાનો LIVE VIDEO:વનરાજે પગને આંટી મારી ડણક મારી, લોહીલુહાણ કર્યો; પાલિતાણામાં વનવિભાગની ટીમ દોડતી થઈ
    Next Article
    Amitabh Bachchan paid Rs 15 crore overnight for a 15,000 sq ft land in Ayodhya: ‘I am from UP’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment