Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત એરજેટ એસોસિએશને બ્લેકલિસ્ટ તૈયાર કર્યું:કાપડ માર્કેટમાં હવે 45 દિવસે પેમેન્ટ આપવું પડશે, કાપડના ભાવમાં 25થી 30 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો

    2 days ago

    સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી મંદી અને પેમેન્ટની સમસ્યાઓ વચ્ચે એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા એક મહત્વની સભા યોજવામાં આવી હતી. આ સભામાં વિવર્સોના હિતમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળશે. એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવેથી પેમેન્ટ માટે 45 દિવસના ધારા-ધોરણનું કડક પાલન કરવામાં આવશે અને આ અંગે જાગૃતિ લાવવા માટે શહેરના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં મોટા બેનરો લગાવવામાં આવશે. યાર્નના ભાવવધારા સામે 'કોસ્ટિંગ' વગર ઓર્ડર નહીં લેવા આદેશ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે યાર્નના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં વિવર્સોને આર્થિક નુકસાનથી બચાવવા માટે પ્રમુખ મયુર ધોળીયાએ જણાવ્યું હતું કે, દરેક વિવરે યાર્નના નવા ભાવ મુજબ ચોકસાઈથી કોસ્ટિંગ કાઢીને જ નવા ઓર્ડર સ્વીકારવા. જો યોગ્ય ભાવ ન મળતા હોય તો ઓર્ડર લેવાને બદલે સ્વેચ્છિક રીતે ફેક્ટરી બંધ રાખવી વધુ હિતાવહ છે, જેથી ખોટનો ધંધો કરવો ન પડે. કાપડના ભાવમાં 25થી 30 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો કાચા માલના ભાવ વધતા હવે વિવર્સોએ પણ કાપડના તૈયાર તાકા પર ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, યાર્ન મોંઘું થતા ફેબ્રિકમાં 25થી 30 ટકા જેટલો રેટ વધારો કરવો અનિવાર્ય બન્યો છે. જો વિવર્સો આ ભાવ વધારો નહીં કરે તો મંદીના માહોલમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. આ સાથે જ માર્કેટના વેપારીઓને પણ નવા ભાવ મુજબ જ સોદા કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ચીટર ને ફ્રોડ દલાલોના નામ જાહેર કરી 'બ્લેકલિસ્ટ' કરાશે ટેક્સટાઇલ માર્કેટમાં વધતા જતા પેમેન્ટ ફ્રોડના કિસ્સાઓ રોકવા માટે એસોસિએશન હવે આક્રમક મૂડમાં છે. મંદીના સમયમાં વિવર્સોના નાણાં ડૂબાડનાર ચીટર પાર્ટીઓ અને છેતરપિંડી કરતા દલાલોની યાદી તૈયાર કરવામાં આવશે. એસોસિએશન આ તમામ ફ્રોડ તત્વોના નામ જાહેર કરશે જેથી અન્ય વિવર ભાઈઓ ભોગ બનતા બચે. સુરક્ષિત વેપાર માટે પારદર્શિતા લાવવી અત્યંત જરૂરી હોવાનું સભામાં ચર્ચાયું હતું. પેમેન્ટ સોલ્યુશન માટે એડવોકેટની પેનલ તૈયાર કરાશે જે વિવર ભાઈઓના પેમેન્ટ લાંબા સમયથી અટવાયેલા છે, તેમના પ્રશ્નોના નિરાકરણ માટે એસોસિએશન દ્વારા 'પેમેન્ટ સોલ્યુશન કમિટી'ની રચના કરવામાં આવી છે. આ કમિટી પ્રોફેશનલ એડવોકેટ્સ હાયર કરીને કાયદાકીય રીતે ઉઘરાણીની પ્રક્રિયા હાથ ધરશે. મયુર ધોળીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એસોસિએશનમાં જોડાઈને સંગઠનને મજબૂત બનાવવું જોઈએ, જેથી કોઈ પણ સભ્યના હિતને નુકસાન ન પહોંચે. યાર્નના સોદા ખાઈ જનાર ડીલરો સામે પણ કાર્યવાહી થશે સભામાં ઉપપ્રમુખ અનિલ સવાણીએ યાર્ન ડીલરો અને કંપનીઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે યાર્ન ડીલરો કે કંપનીઓએ સોદા કર્યા બાદ માલ આપ્યો નથી અથવા સોદા 'ખાઈ ગયા' છે, તેમના નામ પણ સાર્વજનિક કરવામાં આવશે. વિવર્સો સાથે અન્યાય કરનાર કોઈપણ પક્ષને છોડવામાં નહીં આવે તેવી ચીમકી એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં શિસ્ત લાવવાનો પ્રયાસ એરજેટ વિવર્સ એસોસિએશનના આ કડક વલણથી માર્કેટમાં હલચલ મચી ગઈ છે. 45 દિવસમાં પેમેન્ટની સમયમર્યાદા નક્કી થવાથી નાના વિવર્સોને વર્કિંગ કેપિટલની રાહત રહેશે. એસોસિએશનનું માનવું છે કે જો તમામ વિવર્સ એકતા બતાવીને આ નિયમોનું પાલન કરશે, તો જ સુરતનો કાપડ ઉદ્યોગ વર્તમાન કપરા સમયમાંથી બહાર આવી શકશે. આગામી દિવસોમાં આ નિયમોના અમલીકરણ માટે એસ્ટેટ વાઈઝ મીટિંગો પણ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    Parliament Session2026 : Rahul Gandhi ने Congress को मुश्किल में डाला ?ECI Impeachment |LPG Crisis
    Next Article
    પાવર પ્લાન્ટના યાર્ડમાંથી રૂ. 3.50 લાખના માલસામાનની ચોરી:ઘોઘાના પડવા ગામેથી પ્લમ્બર બ્લોક, રોલર અને ઇલેક્ટ્રિક મોટર તસ્કરો ઉઠાવી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment