Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    45 ફૂટ લાંબી, 230 સ્ક્વેર ફૂટની સ્ટેશનરી રાખડી:રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદોની મદદે આવી રક્ષાબંધન ઉજવી

    10 hours ago

    રાજકોટની વિરાણી હાઇસ્કૂલ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી છે. અહીંના વિદ્યાર્થીઓ દ્વારા 45 ફૂટ લાંબી અને 230 સ્ક્વેર ફીટની મેગા પ્રેરક સ્ટેશનરી રાખડી બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પોતાના પોકેટમનીમાંથી સ્ટેશનરીની 6146 વસ્તુઓ એકત્રિત કરી ગરીબ અને આંગણવાડીના બાળકોને વિતરણ કરાશે. પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 11 વર્ષથી વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રાખડી બનાવવામાં આવતી હોય છે. આ વખતે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પોકેટમની અને સી.જે.ગ્રુપના સહયોગથી 45 ફૂટ લાંબી અને 230 સ્ક્વેર ફૂટની મેગા પ્રેરક રાખડી બનાવવામાં આવી છે. ટેકનિકલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ચાર દિવસની મહેનત બાદ રાખડી તૈયાર થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ટેશનરી રાખડીમાં 6146 થી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં સાડીનો ઉપયોગ કરવામાં આવેલો છે. એકત્રિત થયેલી આ રાખડીની ચીજવસ્તુઓ આંગણવાડી, કોર્પોરેશનની શાળાઓ અને ઝૂંપડપટ્ટીના બાળકોને વિતરણ કરવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ અને બહેનના પ્રેમનું અતૂટ બંધન છે ત્યારે પર્યાવરણને જતન કરવાના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા અહીંના વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષા બાંધી તેનું સંવર્ધન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ:સૌરાષ્ટ્રમાં 30% તો રાજ્યમાં 7% વરસાદની ઘટ; ચોમાસાની વિદાયને આડે અંદાજી 20-25 દિવસ બાકી
    Next Article
    'એક્ટિંગ છોડીને એરફોર્સ જોઈન કરી લો':'ઓપરેશન સફેદ સાગર' ફેમ અભય વર્માના દર્શકોએ ખોબલે ખોબલે વખાણ કર્યા, એક્ટરે સૌથી મોટું સન્માન ગણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment