Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ:સૌરાષ્ટ્રમાં 30% તો રાજ્યમાં 7% વરસાદની ઘટ; ચોમાસાની વિદાયને આડે અંદાજી 20-25 દિવસ બાકી

    9 hours ago

    ચોમાસાની વિદાયના આડે હવે અંદાજે 20થી 25 દિવસ બાકી રહ્યાં છે, ત્યારે વરસાદની ઘટે ખેડૂતોની ચિંતા વધારી છે. સિઝનના 65 દિવસ વિતી ચૂક્યા છે, તેમ છતા 17 જિલ્લામાં હજી પણ 3થી લઈ 87 ટકા વરસાદની ઘટ છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે. હવે સપ્ટેમ્બરના વરસાદ પર સૌની મીટ મંડાઈ છે. જો સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો રહે, તો તેની સીધી અસર ખરીફ પાકો (કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ) પર થવાની શક્યતા છે. આ ઉપરાંત જમીનમાં પૂરતો ભેજ ન રહે તો આગામી રવિ સિઝનમાં ઘઉં અને સરસવ જેવા પાકોના વાવેતર અને ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. હવામાનના જણાવ્યાં મુજબ, ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેતું હોય છે. આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. હાલમાં ભારે વરસાદની કોઈ મોટી સંભાવના નથી. સૌરાષ્ટ્રમાં 30% તો રાજ્યમાં 7 ટકા વરસાદની ઘટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. આગામી દિવસોમાં પણ બંને શહેરોમાં ગરમી અને ભેજ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની 7 ટકા ઘટ નોંધાઈ છે. જોકે, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે અને અહીં સામાન્ય કરતાં આશરે 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, જો આગામી અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે તો સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને દુષ્કાળ જાહેર કરી શકાશે. 15 સપ્ટેમ્બર સુધી કદાચ રાજ્યમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા ઓછી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ખૂબ ઓછી લાગી રહી છે. અલ નીનોની અસરને કારણે વરસાદમાં ઘટઃ મેહુલ વસાણી હવામાન નિષ્ણાત મેહુલ વસાણી કહ્યું કે, ચાલુ ચોમાસાની ઋતુમાં અલ નીનોની અસરને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. સામાન્ય રીતે સરેરાશ વરસાદની સરખામણીએ આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે, જ્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં માત્ર 3થી 6 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો અને સમગ્ર પંથક માટે ચિંતાનો વિષય છે. હવામાન સિસ્ટમોને કારણે અરબ સાગર નિષ્ક્રિય અલ નીનોની તીવ્રતા અને તેની ચોમાસા પર પડેલી વિપરીત અસરો અંગે જણાવ્યું કે, અરબ સાગરમાં અનુકૂળ હવામાન સિસ્ટમ કે સાયક્લોનિક સરક્યુલેશન ન સર્જાવાને કારણે વરસાદ ખેંચાયો છે. જ્યારે પણ અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થાય છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ અને અલ નીનોની ઝડપી ગતિના લીધે અરબ સાગર નિષ્ક્રિય રહ્યો છે, જેનાથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. છેલ્લે 1987ના ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો. જે અંદાજિત માત્ર 5% જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે સરેરાશ વરસાદના 57% ઓછો વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો… 1. 17 જિલ્લામાં વરસાદની ડરામણી સ્થિતિ,આપવીતી જણાવતા મહિલા ખેડૂત રડી પડ્યા 2. 46 વર્ષમાં 10 અલ નીનો, જેમાંથી 6 વખત કચ્છમાં દુકાળ 3. 148 વર્ષ જૂના અલ નીનો જેવી સ્થિતિ, ત્યારે 55 લાખ મોત થયાં'તાં; સમુદ્રનું પાણી 2°C ઉકળવાથી કેવી રીતે તબાહી મચે છે?
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ભયાનક પૂર:પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો, ઘર અને કારને તાણીને લઈ ગયો
    Next Article
    45 ફૂટ લાંબી, 230 સ્ક્વેર ફૂટની સ્ટેશનરી રાખડી:રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદોની મદદે આવી રક્ષાબંધન ઉજવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment