Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાં લોકોની આસ્થા સાથે ગંભીર ચેડાં:રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈનાં લોટની ભેળસેળની આશંકા, ફૂડ વિભાગે 45 પેઢીઓની તપાસ કરી 206 કિલો વાસી-અખાદ્ય જથ્થાનો નાશ, 11 નમુના લેવાયા

    18 hours ago

    રાજકોટમાં શ્રાવણ માસનાં પવિત્ર દિવસોમાં કેટલાક વેપારીઓ દ્વારા લોકોની આસ્થા સાથે ચેડાં કરી ફરાળી પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ સહિતનાં મુદ્દે પેટીસ જેવી ફરાળી વસ્તુઓનું વેંચાણ કરતા વેપારીઓને ત્યાં ઓચિંતું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં દરોડા પાડીને કુલ 45 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટા પાયે ગંદકી અને નિયમોના ઉલ્લંઘન સાથે અખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગની ટીમે જુદા જુદા એકમોમાંથી કુલ મળીને અંદાજિત 206 કિલો જેટલો વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ રૂ. 12,000 વહીવટી ચાર્જ વસુલી અને 11 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલ્યા છે. જોકે આ નમુનાનું પરિણામ શ્રાવણ મહિનો પૂરો થયા બાદ જ આવશે. પ્રાપ્ત વિગત મુજબ તપાસ દરમિયાન હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને ફૂડ લાઇસન્સ બાબતે ગંભીર બેદરકારી દાખવનાર 5 પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ.12,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની ટીમે FSS-એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાળી પેટીસ તેમજ વિવિધ ફરાળી લોટના 11 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. મુખ્ય દંડનીય કાર્યવાહીમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ જય સીયારામ ફરસાણમાંથી મકાઈનો લોટ વાપરી બનાવેલી 80 કિલો ફરાળી પેટીસ અને 15 કિલો મકાઈ લોટ મળી 95 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.3000 નો દંડ કરાયો હતો. અને આજી વસાહત પાસે જલારામ ફરસાણમાંથી 19 કિલો મકાઈના લોટની પેટીસ અને 65 કિલો મકાઈના લોટનો નાશ કરી રૂ.2000 વહીવટી ચાર્જ વસૂલાયો હતો. તેમજ વાવડી ખાતે GJ-3 ફેન્સી ઢોસા ચાઇનીઝમાંથી 18 kg વાસી સબ્જી, નૂડલ્સ, પનીરનો નાશ કરી રૂ.5000 દંડ કરાયો હતો. નવો ઢેબર રોડ પર સબરસ રેસ્ટોરન્ટમાંથી 09 kg એક્સપાયર થયેલ ખાદ્યચીજનો નાશ કરી રૂ.500 દંડ કરાયો હતો. શ્રીજી રેસ્ટોરન્ટ અને બજરંગ વડાપાઉં પાસેથી અનુક્રમે રૂ.500 અને રૂ.1000 વહીવટી ચાર્જ વસૂલી નોટિસ અપાઈ હતી.. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સાધના સોસાયટી પાસે શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટ, પેડક રોડ પર સિદ્ધિ વડાપાઉં, સહકાર રોડનું જય સીયારામ ફરસાણ, જલારામ ચોક ખાતે જય જલારામ ફરસાણ, ગાયત્રી નગર રોડ પર જલિયાણ ફરસાણ અને જય રામાપીર પેટીસ અને ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર ફરસાણમાંથી પેટીસ, રાજગરા, સાબુદાણા, સાંબા અને શિંગોડાના ફરાળી લોટના નમૂના લેવાયા હતા. મનપાની ટીમે કાલાવડ રોડ, ઢેબર રોડ, માધાપર ચોકડી અને ગોંડલ રોડ પર આવેલી ઝીલ પીઝા બફેટ, ધ ગ્રાન્ડ રેજન્સી, સર્વસ્યમ, કાઠિયાવાડી જલ્સા સહિત કુલ 34 અન્ય પેઢીઓમાં પણ સ્થળ તપાસ કરી સ્વચ્છતા અને લાઈસન્સ અંગે કડક સૂચનાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં આગામી તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:એ, બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત આયોજન; કોમી એખલાસ અને ભાઈચારા સાથે ઉજવણી કરવા અપીલ
    Next Article
    વડાલમાં ઉપસરપંચ પર હુમલાને પગલે ગામ સજ્જડ બંધ:ઉપસરપંચ વિઠ્ઠલ કાપડિયા પર વેરા નોટિસ મામલે હુમલો: આરોપીઓનો વરઘોડો કાઢવા માગ સાથે ગામ સજ્જડ બંધ, હાઈવે ચક્કાજામની ચીમકી, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment