Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ખેતમજૂર બની ગુજસીટોકના આરોપીને ઝડપ્યો:સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર બોડિયા સામે 45 ગૂના : 13 મુસાફરોને લૂંટી લેતી રિક્ષા ગેંગ ઝડપાઈ

    12 hours ago

    સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ સહિતના ગુનાને અંજામ આપનાર ગુજસીટોકનો મુખ્ય સૂત્રધાર બોડીયાને રૂરલ એલસીબીની ટીમે પાલીતાણા પંથકના અંતરિયાળ વિસ્તારમાં ખેતમજુરોનો સ્વાંગ રચી ટ્રેકટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દબોચી લઈ કાર્યવાહી કરી હતી. ગેંગ લીડર સામે અગાઉ 45 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ગુના આચરતા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા શખ્સો વિરુધ્ધ સખ્તાઇથી કડક હાથે કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી વિંછીયા પોલીસ મથકમાં પૂર્વ આયોજીત કાવતરૂ કરી કુખ્યાત તસ્કરની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુના આચરતી ટોળકીના 19 શખ્સો સામે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા તથા સ્ટાફના માણસો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ ગુનાની માહિતી મેળવી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જરૂરી દસ્તાવેજો એકત્રીત કરી ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ટ્રેક્ટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી મુખ્ય આરોપી દબોચ્યોજેમાં અગાઉ 11 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. આ ગુનાનો મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજી પરમાર (રહે.પાલીતાણા, ભાવનગર) ફરાર હોય તેને પકડી પાડવા એલસીબીની ટીમે ખેત મજુરોનો સ્વાંગ રચ્યો હતો. જે દરમિયાન ટ્રેક્ટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયોને અંતરીયાળ ડુંગરાળ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે બોડિયો વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાયેલ તેને આ ગુનામાં ધોરણસર અટક કરી મુદ્દત હરોળ કોર્ટમાં રજુ કરી આરોપીના પોલીસ કસ્ટડીના રીમાંડની માગણી કરતા કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રીમાંડ મંજુર કરવામાં આવ્યા છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે બોડિયો વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાયેલ છે જેમાં લૂંટ, દુષ્કર્મ, ચોરી સહિતના અનેક ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે. તેમજ 19 શખ્સોની ગેંગે 92 થી વધુ ગુનાને અંજામ આપેલ હોવાનું સામે આવ્યું હતુ. મુસાફરોના ખિસ્સામાંથી માલમતા સેરવી લેતી રીક્ષા ગેંગની ત્રિપુટી ઝડપાઈ રાજકોટ શહેરમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાના બહાને ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી રિક્ષા ગેંગની ત્રિપુટીને આજીડેમ પોલીસે પકડી પાડી રૂ.28,500 ની રોકડ રિકવર કરી હતી. મુખ્ય સૂત્રધાર રામ ઉર્ફે લાલો બચુ લાકડીયા(ઉ.વ.22), સંજય વિઠ્ઠલ પરમાર (ઉ.વ.20) અને શૈલેશ જીવા ભરવાડીયા (ઉ.વ.35)ની ધરપકડ કરી રોકડ રૂ. 28,500 અને રિક્ષા મળી કુલ રૂ.88,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રિક્ષા ગેંગના સાગરીતોએ 13 મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત આપી હતી. જેમાં આશરે 25 દિવસ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 1500 કાઢી લીધેલ હતા. એક મહિના પૂર્વે રાજકોટથી મોરબી જતી વખતે માળિયા ફાટક નજીક પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.4000, 1 મહિના પૂર્વે મોરબી જતી વખતે વિધિ ફાટક નજીકથી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂ.9,000, બે મહિના પૂર્વે મોરબી-ટંકારા રોડ પર પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.3000, 1 મહિના પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા ગામ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.2500, એક માસ પૂર્વે ગોંડલ ચોકડીથી સાપર વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.5500, દસ દિવસ પૂર્વે મેટોડા જીઆઇડીસી પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 3500, 20 દિવસ પૂર્વે ગોંડલ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.2000, બે મહિના પૂર્વે આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.3000, 15 દિવસ પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 5,000, 25 દિવસ પૂર્વે હુડકો ચોકડીથી શાપર વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 6000 અને દસેક દિવસ પૂર્વે આજીડેમ ચોકડીથી રાજકોટ બસ સ્ટેન્ડ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 3500 કાઢી લીધાની કબુલાત આપી હતી. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો શહેરની ભક્તિનગર પોલીસે એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે જંગલેશ્વર આર.એમ.સી ક્વાર્ટર બ્લોક નંબર 9 અને 14 પાસેથી શહેરમાં ગાંજો વેચતા 21 વર્ષીય મુસ્તકીમ શોકત બુખારીને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી પોલીસે રૂ.86,600 ની કિંમતનો 1.732 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ જથ્થો કોની પાસેથી લાવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સ સામે ઉપલેટા પોલીસ મથકમાં અગાઉ દારૂના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. મોટાભાઈના પ્રેમ સંબંધમાં નાના ભાઈનું કારમાં અપહરણ કરી બેફામ માર માર્યો શહેરના નવાગામમાં મોટાભાઈના પ્રેમ સંબંધમાં નાના ભાઈનું કારમાં અપહરણ કરી બેફામ ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના બની છે. જે અંગે શ્યામભાઈ મુકેશભાઈ છૈયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈશ્વર, મૌલિક, વિવેક અને બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઈવિંગ કામ કરે છે. તેમના પરીવારમાં પિતા મુકેશભાઈ (ઉ.વ.48), માતા શોભનાબેન દાદી દેવકુબેન, મોટો ભાઈ રામભાઈ છે. ગત તા. 22 ના સવારના 8 વાગ્યે મોટાભાઈ રામભાઈ ગાડીનો ફેરો લઈ ઘરેથી નીકળ્યા અને પરત ઘરે આવ્યા ન હતા. પિતાને આ બાબતે જાણ થઈ હતી કે, મોટાભાઈ રામભાઈ કચ્છમાં રહેતા ઈશ્વરભાઈની દીકરી ડિમ્પલબેન સાથે પ્રેમ-સંબંધ હોય અને તેઓ બંને ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. જેથી તેમને બે દિવસથી શોધતા હતા. રસ્તે કારમાંથી ઉતારી દીધો ને ફરાર થયા આ દરમિયાન 23 માર્ચના રાત્રીના આશરે 8.30 વાગ્યાની આસપાસ યુવાન પરીવાર સાથે ઘરે હતો અને પિતા કામથી બહાર ગયા હતા. જે દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ઘરની સામે આવી ઉભી રહી અને તેમાંથી 5 શખ્સો ઉતરી ઝઘડો કરવા લાગી હતા. તારો ભાઈ કયાં છે બોલ તેમ કહી ઝપાઝપી કરી બે-ત્રણ ફડાકા મારી દીધા હતા. જે બાદ કારમાં અપહરણ કરી રાજપરા ગામ થઈ નારણકા ગામથી લોઠડા ગામ થઈ ખોખડદડ ગામે શુભ ચોકડીએ લઈ ગયા હતા. જે પછી પાંચેય શખ્સો કહેવા લાગ્યા કે, તારા ભાઈના મિત્ર રાહુલના ઘરે લઈ જા. જેથી તેઓને રાહુલના ઘરે લઈ જતા તેનુ ઘર બંધ હતુ. જોકે તે બાદ નવાગામ જતા રસ્તે કારમાંથી ઉતારી દીધો હતો. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Viral 'Kumbh Mela Girl' Monalisa Claims Director Sanoj Mishra Misbehaved, Threatened Her And Husband Farman Khan
    Next Article
    ખજોદની આગ કે ભ્રષ્ટાચારને ખાખ કરવાનું કાવતરું?:213 કરોડના કચરા કૌભાંડ પર પૂર્વ કોર્પોરેટરનો સ્ફોટક પર્દાફાશ, સુરત મનપાએ પગલાં લેવાનું કહીને લૂલો બચાવ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment