Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદની આગ કે ભ્રષ્ટાચારને ખાખ કરવાનું કાવતરું?:213 કરોડના કચરા કૌભાંડ પર પૂર્વ કોર્પોરેટરનો સ્ફોટક પર્દાફાશ, સુરત મનપાએ પગલાં લેવાનું કહીને લૂલો બચાવ કર્યો

    11 hours ago

    દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાતું સુરત અત્યારે ધુમાડાના ગોટેગોટા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી ઘેરાયેલું છે. સુરત મહાનગરપાલિકાના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ હવે માત્ર પર્યાવરણીય મુદ્દો નથી રહી, પરંતુ તે કરોડો રૂપિયાના 'કચરા કૌભાંડ' તરફ આંગળી ચીંધી રહી છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ કરેલા સ્ફોટક ખુલાસાઓએ પાલિકાના વહીવટ અને શાસકોની ઊંઘ ઉડાડી દીધી છે. ડમ્પિંગ સાઈટ પર મિથેન ગેસને કારણે આગ લાગતી હોય છે તાજેતરમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફાળકો પેદા કર્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ સ્થળ મુલાકાત લીધા બાદ જે તારણો રજૂ કર્યા છે તે ચોંકાવનારા છે. સામાન્ય રીતે ડમ્પિંગ સાઈટ પર મિથેન ગેસને કારણે 'લેગસી વેસ્ટ' (જૂના કચરા) માં આગ લાગતી હોય છે, પરંતુ આ વખતે આગના લક્ષણો અલગ છે. '213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ બાળવા આગ લગાડવામાં આવી' વિજય પાનશેરીયાના જણાવ્યા મુજબ, આગ માત્ર વર્ષો જૂના કચરામાં જ નહીં, પરંતુ દરરોજ ઠલવાતા તાજા કચરામાં પણ જોવા મળી છે. જ્યાં વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટેના પ્લાન્ટ્સ છે, ત્યાંથી જ આગ શરૂ થઈ અને જોતજોતામાં ચારેય બાજુ ફેલાઈ ગઈ. આ ઘટનાક્રમ સૂચવે છે કે આ આગ કુદરતી રીતે નથી લાગી, પરંતુ 213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ બાળવા માટે લગાડવામાં આવી હોય તેવું જણાય છે. 30 લાખ મેટ્રિક ટન કરોડોનો કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકાએ ખજોદ ખાતે વર્ષોથી એકઠા થયેલા 30 લાખ મેટ્રિક ટન 'લેગસી વેસ્ટ' ના નિકાલ માટે 213 કરોડ રૂપિયાનો માતબર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે હતો. '16 લાખ ટન કચરો ક્યાં ગયો?' ત્રણ વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવાનો હતો, પરંતુ હકીકતમાં માત્ર 14 લાખ ટન જ નિકાલ કરવામાં આવ્યો છે. બાકીનો 16 લાખ ટન કચરો ક્યાં ગયો? કામ અધૂરું હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટા પાયે પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે કોન્ટ્રાક્ટર નિયત સમયમાં કામ પૂરું કરવામાં નિષ્ફળ રહ્યો, ત્યારે તેને દંડ કરવા કે બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને વારંવાર મુદત વધારી આપીને કોના ઈશારે બચાવવામાં આવી રહ્યો છે? કચરાના નિકાલ બાબતે ખોટા આંકડાઓ મોકલ્યાનો આક્ષેપ સુરત શહેરને 2023થી 2025 દરમિયાન સતત સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચના ક્રમો મળ્યા છે. પરંતુ ખજોદની સ્થિતિ જોતા આ એવોર્ડ્સની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. વિજય પાનશેરીયાનો આરોપ છે કે સુરત મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારને કચરાના નિકાલ બાબતે ખોટા આંકડાઓ મોકલ્યા છે. જો શહેરમાં 100% સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ થતું હોત, તો ખજોદ ખાતે કચરાના આટલા મોટા પહાડો અને વારંવાર લાગતી આગની ઘટનાઓ ન બનત. આ એક ગંભીર બાબત છે કે શું એવોર્ડ મેળવવા માટે કેન્દ્ર સરકારને અંધારામાં રાખવામાં આવી રહી છે? કોને બચાવવા માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે? થોડા સમય પહેલા ખજોદના કચરાને વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે પાછલા બારણે દૂરના ગામડાઓમાં ફેંકી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ બાબતે હોબાળો થતા SMCએ એક તપાસ સમિતિની રચના કરી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં તે તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. કોને બચાવવા માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે? શું આ આગ તે તપાસ સમિતિના રિપોર્ટમાં રહેલા તથ્યોને જમીનદોસ્ત કરવા માટે લગાડવામાં આવી છે? કચરામાં અચાનક આગ લાગ હતી સુરત શહેરની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર આજે બપોરે આર.ડી.એફ. કચરામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવાઈ બપોરે આશરે 1:15 વાગ્યે આગ લાગ્યાના અહેવાલ મળતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. આગની તીવ્રતાને જોતા અત્યાર સુધીમાં 32 જેટલા ફેરા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 6 જેસીબી અને 8 પોકલેન મશીનોની મદદથી કચરાનું ટર્નિંગ કરી, ફાયર લાઈન બનાવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી કરવામાં આવી રહી છે. ઝડપી અને સંકલિત પ્રયાસોને કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવવા પ્રયાસો ચાલુ છે. આગનું સંભવિત કારણ પ્રાથમિક તપાસ મુજબ, ઉનાળાના વધતા તાપમાન, મિથેન ગેસનું ઉત્સર્જન અને જ્વલનશીલ RDF સામગ્રીને કારણે કચરાના ઢગલામાં આંતરિક ગરમી વધતા આ આગ લાગી હોવાની શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આવી ઘટનાઓ ફરી ન બને તે માટે નીચે મુજબના કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે ખેતમજૂર બની ગુજસીટોકના આરોપીને ઝડપ્યો:સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર બોડિયા સામે 45 ગૂના : 13 મુસાફરોને લૂંટી લેતી રિક્ષા ગેંગ ઝડપાઈ
    Next Article
    PM Modi Rajyasabha Speech LIVE | PM મોદીની મોટી જાહેરાત | Iran War Impact | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment