Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    45 વર્ષીય મહિલાની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ:10 વર્ષની બાળકી સાથે દેહવ્યાપાર કરાવ્યો, બાળકી ગર્ભવતી બની; આરોપીઓમાં સગીરનો પણ સમાવેશ

    8 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં નડિયાદથી એક 45 વર્ષીય મહિલા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેના સહિત અન્ય આરોપીઓ સામે વડતાલ પોલીસ મથકે વર્ષ 2025 માં BNS, પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. હાઈકોર્ટે આ અરજી ફગાવી નાખતા ટ્રાયલ કોર્ટને ઝડપી ટ્રાયલ ચલાવવા નિર્દેશ આપ્યા છે. 10 વર્ષની સગીરાને બળજબરીપૂર્વક દેહવ્યાપારમાં ધકેલી આ કેસમાં ભોગ બનનાર પીડિતા માત્ર 10 વર્ષની સગીર વયની બાળકી છે. આરોપી 45 વર્ષીય મહિલાએ પોતાના જ ઘરે આ સગીર બાળકી પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવીને તેને જાતીય શોષણ તરફ ધકેલી દીધી હતી. તેણીએ 4 આરોપી પુરુષોને પોતાના ઘરે બોલાવી બાળકીનું જાતીય શોષણ કરવાની સુવિધા પૂરી પાડી હતી. પીડિતા ગર્ભવતી બનતા એક બાળકીને જન્મ આપ્યો હતો આ ઉપરાંત આરોપી મહિલાએ એક સગીર વયના છોકરાને પણ પોતાના ઘરે બોલાવ્યો હતો, જેણે બાળકી સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આના કારણે પીડિતા ગર્ભવતી બની હતી અને ડિસેમ્બર, 2025માં તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલા હોવાને કરાણે જામીનની રાહત મેળવવા હકદાર અરજદારના વકીલે દલીલ કરી હતી કે અરજદાર નિર્દોષ છે અને તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી હોવાથી હવે તપાસના સંદર્ભમાં કશું જ રિકવર કે ડિસ્કવર કરવાનું બાકી રહેતું નથી. આરોપી મહિલા 29 જાન્યુઆરી, 2026 થી જેલમાં છે અને તેમનો રોલ માત્ર ગુનામાં મદદગારી કરવાનો હોવાથી, કોર્ટ યોગ્ય શરતો સાથે તેમના જામીન મંજૂર કરે. તેઓ એક મહિલા હોવાને નાતે પણ જામીનની રાહત મેળવવા હકદાર છે. બાળકીને અન્ય લોકોના ઘરે પણ મોકલતી હતી સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી મહિલા આ સમગ્ર દેહ વ્યાપારની મુખ્ય સૂત્રધાર છે. પીડિતા માત્ર 10 વર્ષની અનાથ અને અસહાય બાળકી છે. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળ્યા છે કે આરોપી મહિલા જાણીજોઈને બાળકીનો દેહવ્યાપાર માટે ઉપયોગ કરતી હતી અને બાળકીને અન્ય લોકોના ઘરે પણ મોકલતી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલ પીડિતાના નિવેદનમાં આ આરોપી મહિલાની સક્રિય સંડોવણી સ્પષ્ટ થાય છે. આરોપી દેહવ્યાપારમાં ધકેલવામાં મુખ્ય ભાગ ભજવતી કોર્ટે નોંધ્યું હતું કે મહિલા હોવાના નાતે જામીન ન મળી શકે. માત્ર સ્ત્રી હોવાના કારણે જામીન આપી શકાય નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે સ્ત્રી પોતે જ 10 વર્ષની નાની બાળકીના વારંવાર થતા જાતીય શોષણમાં અને તેને દેહવ્યાપારના ગર્તામાં ધકેલવામાં મુખ્ય ભાગ ભજવતી હોય. માત્ર ચાર્જશીટ ફાઇલ થવાથી પ્રોસિક્યુશનના આક્ષેપો હળવા થતા નથી, બલ્કે તપાસ એજન્સીને ગુનો સાબિત કરવા પૂરતા પુરાવા મળ્યા છે તે સાબિત થાય છે. હાઈકોર્ટે આરોપી મહિલાની જામીન અરજી ફગાવી દીધી પોક્સો કાયદાની રચના બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવા અને તેમના ગરિમાપૂર્ણ જીવનના અધિકારના રક્ષણ માટે કરવામાં આવી છે. જામીનનો હેતુ શિક્ષાત્મક નથી, પરંતુ પ્રીવેન્ટિવ છે. જો આરોપીને મુક્ત કરવામાં આવે તો તે ફરાર થઈ જવાનું જોખમ અને પુરાવા સાથે ચેડાં કરવાની સંભાવના નકારી શકાય નહીં. હાઇકોર્ટે ગુનાની ગંભીરતા અને બાળકીના કરુણ શોષણને ધ્યાનમાં રાખીને આરોપી મહિલાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સાથે જ ટ્રાયલ કોર્ટને ઝડપી ટ્રાયલ ચલાવવા નિર્દેશ આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી પોલીસે રથયાત્રા પહેલાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું:ગુજસીટોક અને આર્મ્સ એક્ટના 14 ગુનેગારોના ઘરોની તપાસ, 200 પોલીસકર્મી તૈનાત
    Next Article
    Sena Corporator Who Assaulted 2 Doctors At Thane Hospital Gets Bail

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment