Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પોલીસે રથયાત્રા પહેલાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું:ગુજસીટોક અને આર્મ્સ એક્ટના 14 ગુનેગારોના ઘરોની તપાસ, 200 પોલીસકર્મી તૈનાત

    8 hours ago

    મોરબી પોલીસે આગામી રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં ગુજસીટોક અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા રીઢા ગુનેગારોના રહેણાંક મકાનોની સઘન તપાસ કરવામાં આવી હતી. મોરબી ડીવાયએસપી કે.પી. પરમારે જણાવ્યું હતું કે, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં એકસાથે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 14 આરોપીઓ તેમજ હિસ્ટ્રીશીટર ગંભીર ગુનેગારોના ઘરે પોલીસ ટીમો પહોંચી હતી. આ ઓપરેશનમાં મોરબી સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, માળિયા, ટંકારા પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની વિવિધ ટીમો જોડાઈ હતી. કુલ 1 ડીવાયએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ અને 200થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલા આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કાલિકા પ્લોટ સહિતના વિસ્તારોમાં રીઢા ગુનેગારોના મકાનોની તપાસ કરવામાં આવી હતી. રથયાત્રા પહેલાં પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    Bankipur में Tej Pratap की Candidate वीणा मानवी का नामांकन क्यों हुआ रद्द? Bankipur By-Poll Election
    Next Article
    45 વર્ષીય મહિલાની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ:10 વર્ષની બાળકી સાથે દેહવ્યાપાર કરાવ્યો, બાળકી ગર્ભવતી બની; આરોપીઓમાં સગીરનો પણ સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment