Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં હીટવેવનો ખતરો, પહેલીવાર પારો 44°C પાર:મતદાનની ગરમી સિઝનની હાઈએસ્ટ, આજે અમદાવાદ સહિતના 8 જિલ્લામાં 'યલો એલર્ટ'; 3 દિવસ કોઈ રાહત નહીં

    12 hours ago

    ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું છે. પહેલીવાર ગરમીનો પારો 44°C પાર ગયો છે, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2°C નોંધાયું, જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું છે. કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા હતી. આ સાથે ઢળી પડ્યા બાદ ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. 26 એપ્રલને રવિવારે ગુજરાતના 5 શહેરોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. દિવસભરની ગરમી સાથે રાતે પણ ગરમ પવનો ફૂંકાતા લોકોને અકળાણનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરના સમયે લોકો કામ વગર બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, ગુજરાત પર હીટવેવનો ખરતો છે. આજે (27 એપ્રિલ) કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જારી કરાયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની, બપોરના સમયમાં બહાર જવાનું ટાળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. 3 દિવસ કાળઝાળ ગરમી સહન કરવી પડશે: હવામાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાત પર જોવા મળવાની શક્યતા નથી. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ નજીક સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ હવે નબળું પડી ગયું છે. હાલ પવન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગરમીમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે 35થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ની સ્થિતિ આગામી 24 કલાક માટે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો જેમ કે, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, મોરબી અને બોટાદ ઉપરાંત ગુજરાતરીજનના સુરત, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે ગરમી રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાજકોટ-સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે, જેને ‘હોટ એન્ડ હ્યુમિડ’ સ્થિતિ કહેવામાં આવે છે. માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી અને દરિયાકાંઠે પવનની ગતિ 15થી 20 નોટ્સ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. છેલ્લા 5 વર્ષના સૌથી ઊંચા તાપમાનના આંકડા
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના શ્યામલમાં શાંગરીલા-2 આર્કેટના જિમમાં આગ:અનેક લોકોનું રેસ્ક્યૂ કરાયું, પાર્કિંગમાં વાહનો બળીને ખાખ; ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
    Next Article
    "No Result Is Final": Chief Minister Yogi Adityanath Writes To Students After UPMSP Results

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment