Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવી બંગલોમાં તસ્કરો ત્રાટક્યા:ગાંધીનગરના સુઘડમાં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો, 44.90 લાખની મતાની ચોરી ફરાર

    1 day ago

    ગાંધીનગરના સુઘડના શિખર બંગ્લોઝમાં તસ્કરોએ ધાબાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશીને બીજા માળે આવેલા બેડરૂમમાં કબાટનું સેફ તોડીને 28.50 લાખ રોકડા તેમજ 10 તોલા સોનાના દાગીના મળીને આશરે 45 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ ચોપડે નોંધાઈ છે. મણિભાઈ તેમના પત્ની સાથે વતનમાં ગયા હતા ગાંધીનગરના સુઘડના શિખર બંગલોમાં રહેતા 74 વર્ષીય મણીભાઈ પટેલ પ્રાઇવેટ નોકરીમાંથી નિવૃત થયા છે. જેમનો દીકરો કૃણાલ આર.કે. ઇમેજિંગ કંપની નામે સોનોગ્રાફી અને એક્સરે મશીનની ડિલિરશિપ ધરાવે છે. મણિભાઈ તેમના પત્ની સાથે ગત 13 માર્ચે મિત્રની જીવત ચર્યા પ્રસંગે વતનમાં ગયા હતા, જ્યારે તેમનો પુત્ર ક્રુણાલ તેના પરિવાર સાથે સુરત ગયો હતો અને મકાનની ચાવી પડોશીને આપી રાખી હતી ત્યારે 14મી માર્ચે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેમનો પુત્ર સુરતથી પરત આવી ઘરેથી કપડાં લઈ વતનમાં પરિવાર પાસે પહોંચ્યો હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરોએ બંગલાના ત્રીજા માળે ધાબા પરથી ઘરમાં પ્રવેશવા દરવાજો બળપ્રયોગ કરીને તોડી નાખ્યો હતો. બાદમાં બીજા માળે આવેલા બેડરૂમમાં કબાટનું સેફ તોડીને ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પરિવારે તપાસ કરાવતા ચોરીનો મામલો સામે આવ્યો આ અંગે પાડોશીએ મકાનમાં તોડફોડના પ્રયાસની જાણ કરી ત્યારે મણીભાઈના પરિવારે તપાસ કરાવતા ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે મણિભાઈ પરિવાર સાથે પરત આવી ગયા હતા. અને તપાસ કરતા કબાટના સેફમાં મુકેલા રૂ.28.50 લાખ રોકડા ,10 તોલા વજનના સોનાના 17 વિવિધ ઘરેણાં અને 500 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૂ. 44.90 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની જાણ થઇ હતી. આ ચોરાયેલા ઘરેણાંમાં બે સોનાના મંગળસૂત્ર, પાંચ ચેન, પ્લેટિનમ મિક્સ્ડ ઘરેણાં, હીરા જડિત પેન્ડલ, બંગડીઓ અને ચાંદીના સિક્કાઓ હતા. પોલીસે હાઈ-વેના CCTV ચેક કરી તપાસ હાથ ધરી જેમાં ચાંદીના 10 સિક્કાઓ પૈકી એક સિક્કા પર સી.આર. પાટીલનું નામ અંકિત થયેલું હતું. આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી આર ખેરે જણાવ્યું કે, તસ્કરો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કૂદીને પ્લાસ્ટિકના છજા થકી ધાબા સુધી પહોંચ્યા હતા. સોસાયટીના મેન ગેટ સિવાયના સીસીટીવી બંધ હાલતમાં છે. પોલીસ ડોગ સોસાયટીથી થોડે દૂર આવેલા ખેતર સુધી જઈને અટકી ગયો હતો. હાલમાં આ મામલે હાઈવે વિસ્તારના સીસીટીવી ચેક કરવાની તજવીજ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રૂડના ભાવ વધતા રેપિયર જેકાર્ડ ઉદ્યોગ સંકટમાં:નવા સોદામાં 30% ભાવ વધારો ઝીંકાયો, પેમેન્ટમાં વિલંબ કરનારા થશે બ્લેકલિસ્ટ, સો. મીડિયા પર 'ભાવ વધારા' અંગે માહિતી આપશે
    Next Article
    Gas cylinder craze continues in Gujarat | ગુજરાતમાં ગેસના બાટલાની બબાલ યથાવત | domestic |commercial

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment