Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયમંડ કિંગ ધીરૂ રામાણીને અપહરણકારોએ મુક્ત કર્યા:44 કરોડ ખંડણી ચૂકવતા અલકાયદા સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ છોડ્યા, USમાં છે જ્વેલરી શોરૂમ્સ અને ડાયમંડ ફેક્ટરી

    11 hours ago

    આફ્રીકન દેશ માલીમાંથી ગુમ થયેલા સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણીને કટ્ટરપંથીઓએ મુક્ત કર્યા છે. જેના માટે 4 મિલિયન યુરો( અંદાજે 44 કરોડ)ની અધધ રકમ ચૂકવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. અપહરણકારોએ 100 કરોડ માગ્યા હતા. છેલ્લા બે વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા ધીરુ રામાણીની ન્યૂયોર્ક સિટીમાં 'રામાણી એક્સપોર્ટ' નામની પેઢી, ડાયમંડ ફેક્ટરી તેમજ સીબીડી ડાયમંડ અને જ્વેલરીના શો રૂમ્સ આવેલા છે. જ્યારે સુરતમાં પણ તેમનું ડાયમંડનું મોટું નેટવર્ક કાર્યરત છે. તેના દીકરાઓ અમેરિકાના સિટિઝન છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા બજારમાં તેમનું મોટું નામ છે, ત્યારે આ ભારેખમ ખંડણી બાદ તેમની મુક્તિ થતાં પરિવાર અને વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના છેલ્લા ત્રણ મહિના પહેલા બની હતી. એટલું જ નહીં, તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન પણ હતો. અપહરણની આ ઘટના સામે આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. કટ્ટરપંથી સંસ્થાનું કામ હોવાની પરિવારના સૂત્રોની આશંકા આ પહેલાં ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી હતી. સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું હતું કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી છે. હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે, આટલી મોટી રકમની માંગણી બાદ પરિવાર ભારે દબાણમાં હતો. ‘પરિવાર સરકારી મદદ વિના જાતે જ વાટાઘાટો કરી રહ્યો છે’ આ સમગ્ર મામલે ધીરૂ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નથી. વીડિયો કોલ દ્વારા આપ્યા જીવતા હોવાના પુરાવા સંબંધીઓના જણાવ્યા અનુસાર, પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માગી હતી, જેના પગલે તે કટ્ટરપંથીઓએ ધીરૂ રામાણી અને પરિવાર વચ્ચે વીડિયો કોલની વાત કરાવી હતી. આ વીડિયો કોલ દરમિયાન પરિવારે જોયું કે ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત છે. આ પુરાવો મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિયેશનની પ્રક્રિયા તેજ કરી દીધી છે, જેથી વહેલી તકે નાણાંની લેવડદેવડ કરીને ત્રણેયને મુક્ત કરાવી શકાય. ડાયમંડ મૂકીને ગોલ્ડ માઇનિંગના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું ધીરૂ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને વૈશ્વિક સ્તરે હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે, થોડા વર્ષો પહેલા ધીરૂ રામાણીએ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ આખા માઇનિંગ પ્રોજેક્ટનું ઓપરેશન અને કામકાજ જાતે સંભાળી રહ્યા હતા. આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન પરથી તેઓ ગુમ થઈ ગયા હતા. તેઓ ચોક્કસ કઈ જગ્યાએથી ગુમ થયા તે વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી. જોખમી દેશોમાં રોકાણ કરનારા સુરતી વેપારીઓમાં ભારે ફફડાટ આ ઘટનાને પગલે સુરતના હીરા અને જ્વેલરી બજારમાં ભારે સન્નાટો અને ચિંતા વ્યાપી ગઈ હતી. ખાસ કરીને એવા ઉદ્યોગપતિઓ વધારે ચિંતિત છે, જેમણે સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ-રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં માલી જેવા દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને પગલે ત્યાં કામ કરતા ભારતીયોને સાવધ રહેવાની ચેતવણી અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Delhi High Court on Sonam Vangchuk: हाईकोर्ट ने वांगचुक की तबीयत पर दिया सख्त आदेश | Abhijeet Dipke
    Next Article
    સુરતનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર મોન્ટુ ઝડપાયો:વલસાડ LCBએ સંગઠિત ગુના અને દારૂ હેરાફેરી કેસમાં ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment