Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જુઓ વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:44માંથી 38 સીટ જીતી ભાજપે હેટ્રિક લગાવી, કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી, આપના સૂપડા સાફ

    1 day ago

    ગાંધીનગર મનપાનું ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે. 11 વોર્ડની 44 બેઠકમાં ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી છે. આ સાથે જ ભાજપે સતત ત્રીજીવાર મનપા પર કબ્જો કર્યો છે. 2021માં આપે ખાતું ખોલ્યું હતું અને કોંગ્રેસને 2 સીટ મળી હતી. આ વખતે આપે મીંડુ મૂકાવ્યું છે. જ્યારે કોંગ્રેસને 3 સીટનો ફાયદો થયો છે. આમ કોંગ્રેસે લાજ બચાવી લીધી છે. આમ આદમી પાર્ટી કુલ 6 અને કોંગ્રસના 1 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે. આ વખતે સરેરાશ 59.25% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 2,59,985 મતદારોમાંથી 1,54,045એ વોટિંગ કર્યું હતું. ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 અને અપક્ષને 1 બેઠક મળી છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો પર જીત પેનલ કબ્જે કરી છે. આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પેટાચૂંટણી, AAPના વીરૂ કંડોરિયા 3651 મતોની લીડથી વિજય આ પણ વાંચો: છોટા ઉદેપુર નપા વોર્ડ-4ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, રજનીબેન રાઠવા 752 મતથી જીત્યાં આ પણ વાંચો… પડધરીની થોરીયાળી બેઠક પર 228 મતે વિજય મેળવી કોંગ્રેસે પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખી આ પણ વાંચોઃ ગાંધીનગર મનપાના 11 વોર્ડના ચૂંટણી પરિણામનું એનાલિસિસ જીતેલા ઉમેદવારોની યાદી અત્યાર સુધીની ચૂંટણીમાં શું શું થયું વર્ષ 2011 (પ્રથમ ચૂંટણી) આ પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે 33માંથી 18 બેઠકો જીતીને સત્તા મેળવી હતી, જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી. જોકે, બાદમાં રાજકીય ઉલટફેરને કારણે ભાજપે સત્તા હસ્તગત કરી હતી. વર્ષ 2016 (બીજી ચૂંટણી): આ ચૂંટણી ભારે રસપ્રદ રહી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને સરખી 16-16 બેઠકો મળી હતી. ત્યારબાદ ડ્રો (લોટરી પ્રક્રિયા) દ્વારા ભાજપના મેયર બન્યા હતા અને ભાજપે શાસન જાળવી રાખ્યું હતું. વર્ષ 2021 (ત્રીજી ચૂંટણી): આ ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભાજપે 44માંથી 41 બેઠકો પર જીત મેળવી સત્તા કબજે કરી હતી. વર્ષ 2026 (ચોથી ચૂંટણી): ઓક્ટોબર 2026માં યોજાયેલી તાજેતરની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપે પોતાનો દબદબો યથાવત રાખતા 44માંથી 38 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ફરી એકવાર સત્તા જાળવી રાખી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીના ઘરે ચા માટે ભેગા થયા વિપક્ષી નેતાઓ:CEC વિરુદ્ધ આંદોલનની રણનીતિ પર થશે ચર્ચા, 7 દિવસમાં 5 પ્રદર્શન
    Next Article
    મનપા ચૂંટણી પરિણામનું વોર્ડ વાઈઝ એનાલિસિસ:શહેર કોગ્રેસ પ્રમુખ અને મનપા સ્ટેન્ડિંગ ચેરમેન પોત પોતાના વોર્ડ પણ સાચવી શક્યા નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment