Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણબીર કપૂરે ચાહકો સાથે 44મો જન્મદિવસ ઉજવ્યો:બંગલાની બહાર 3 કેક કાપી; આલિયાએ 'ક્યુટી' પતિના અનસીન ફોટો શેર કર્યા

    7 hours ago

    બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર સોમવાર, 28 સપ્ટેમ્બરે 44 વર્ષનો થયો છે. આ ખાસ પ્રસંગે રણબીરે મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના નવા બંગલા 'કૃષ્ણા રાજ'ની બહાર એકઠા થયેલા ચાહકો અને પાપારાઝી સાથે જન્મદિવસની ઉજવણી કરી. કેઝ્યુઅલ લુકમાં ઘરની બહાર આવેલા રણબીરે પાપારાઝી સાથે ત્રણ મોટી કેક કાપી અને ચાહકોનો આભાર માન્યો. ત્યારબાદ તે પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે બંગલાની બાલ્કનીમાં આવ્યો અને હાથ હલાવીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું. આલિયા ભટ્ટે ‘ક્યુટી’ રણબીરના ફોટો શેર કર્યા રણબીર કપૂરના બર્થ ડે પર પત્ની આલિયા ભટ્ટે કેટલાક સુંદર અને અનસીન ફોટો શેર કર્યા. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું, 'HBD ક્યુટી' (જન્મદિવસની શુભેચ્છાઓ ક્યુટી). પાપારાઝી સાથે કેક કાપી, કૂલ લુકમાં જોવા મળ્યો રણબીર રણબીર કપૂર પોતાના જન્મદિવસ પર ખૂબ ખુશ અને કૂલ અંદાજમાં જોવા મળ્યો. તેણે ગ્રે રંગનો કો-ઓર્ડ સેટ, સફેદ સ્નીકર્સ અને કાળા ગોગલ્સ પહેર્યા હતા. બંગલાના મુખ્ય દરવાજા પર ચાહકો અને ફોટોગ્રાફરો તેની રાહ જોઈ રહ્યા હતા. રણબીર ઘરની બહાર આવીને પાપારાઝીનું અભિવાદન કર્યું અને તેમણે લાવેલી ત્રણ મોટી કેક એક પછી એક કાપી. તેણે ચાહકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા. કેક કાપ્યાના થોડા સમય બાદ તે પત્ની આલિયા ભટ્ટ સાથે બંગલાની બાલ્કનીમાં જોવા મળ્યો. બંનેએ નીચે ઊભેલા ચાહકો અને મીડિયાકર્મીઓ તરફ હાથ હલાવ્યો અને તેમના પ્રેમ તથા શુભેચ્છાઓ માટે આભાર માન્યો. નવેમ્બરમાં 'કૃષ્ણ રાજ' બંગલામાં શિફ્ટ થયા હતા રણબીર-આલિયા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નવેમ્બર 2025માં પોતાના આ નવા છ માળના બંગલામાં શિફ્ટ થયા હતા. બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલો આ આલીશાન બંગલો કપૂર પરિવારની પૈતૃક સંપત્તિ પર ફરીથી બનાવવામાં આવ્યો છે. આ બંગલાનું નામ રણબીરનાં દાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પરથી 'કૃષ્ણ રાજ' રાખવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, આ છ માળના બંગલાની કિંમત આશરે 250 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 'લવ એન્ડ વોર'માં આલિયા સાથે જોવા મળશે રણબીર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વૉર'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે વિકી કૌશલ અને આલિયા ભટ્ટ સાથે લવ ટ્રાયએન્ગલ ડ્રામામાં આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રણબીર મોટી મૂછો, લોહીના ડાઘવાળી ટી-શર્ટ અને ગૉગલ્સમાં જોવા મળી રહ્યો છે. તેનો લુક પાત્રના રફ અને મજબૂત અંદાજની ઝલક આપે છે. શર્ટ પરના લોહીના ડાઘ ફિલ્મની ડાર્ક અને એક્શનથી ભરપૂર વાર્તા તરફ ઈશારો કરે છે. જ્યારે ગૉગલ્સ તેના પાત્રને સ્ટાઇલિશ લુક આપી રહ્યા છે. ‘લવ એન્ડ વોર’ 21 જાન્યુઆરી 2027ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. તેનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આ સમાચાર પણ વાંચો રણબીર@44, 21 ફિલ્મોમાં રોકસ્ટાર-બરફી જેવી 12 હિટ:જૂતાં પહેરીને મંદિરમાં જવા બદલ પિતા ઋષિ કપૂરે માર માર્યો, માતા-પિતા ઝઘડતા ત્યારે ડરીને રાત સીડીઓ પર વિતાવી બોલિવૂડના સૌથી શ્રેષ્ઠ કક્ષાના અભિનેતા ગણાતા રણબીર કપૂર આજે 44 વર્ષના થઈ ગયા છે. 2007માં ફ્લોપ ફિલ્મ ‘સાંવરિયા’થી કરિયરની શરૂઆત કરનારા રણબીર કપૂરે ‘રોકસ્ટાર’માં તૂટેલા દિલનું દર્દ જીવ્યું, ‘બર્ફી’માં બોલ્યા વિના લોકોનાં દિલ જીતી લીધાં અને ‘સંજુ’માં સંજય દત્તને પડદા પર જીવંત કરી દીધા. ‘એનિમલ’ થકી બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા, તો સામે વિવાદોમાં પણ ઘેરાયા. પડદા પાછળ માતા-પિતા વચ્ચેના તણાવભર્યા સંબંધો, પિતા ઋષિ કપૂરને ગુમાવવાનું દર્દ અને અંગત જીવનની ચડતી-પડતી પણ તેમની આ કહાનીનો મહત્વનો હિસ્સો રહ્યા છે. 19 વર્ષની કરિયરમાં 21 ફિલ્મો સાથે રણબીર હવે ‘રામાયણ’માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    સોનું બે દિવસમાં ₹5 હજાર સસ્તું થયું:1 કિલો ચાંદીની કિંમત ₹11 હજાર ઘટી, ₹2.22 લાખ પર આવી
    Next Article
    અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું:કાર્યકરને માસ્ક પહેરાવી દોરડે બાંધી અમિત ચાવડાની આગેવાનીમાં રેલી કાઢી; 'વોટ ચોર ગદ્દી છોડ'ના નારા સાથે ધરણા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment