Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનું જોર વધ્યું, 43.3 ડિગ્રીના આકરા તાપમાં અમદાવાદીઓ અકળાયા:10 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, પવનની દિશા બદલાતા હજુ પણ ઉકળાટ રહેશે

    8 hours ago

    રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટા ભાગના શહેરમાં ગરમીનુ જોર વધ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. 10 શહેરમાં તાપમાન તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યમાં મેં મહિનામાં તાપમાન મહત્તમ કરતા ઊંચું રહેશે. મોટા ભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી ગરમ રહ્યું હતું. બપોરના સમયે રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી એકવાર તેજ બન્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતા અમદાવાદીઓ આકરા તાપમાં શેકાઈ ગયા છે. બપોરના સમયે રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી રહી છે, જ્યારે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મે મહિનાની શરૂઆતમાં ગરમી અને ઉકળાટ પવનની દિશા બદલાતા રાજ્યના નાગરિકોને અસહ્ય ગરમીથી રાહત મળશે. પરંતુ 48 કલાક સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળવાનો નથી. અત્યારે પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના ઓછામાં ઓછા 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. જે મે મહિનાની શરૂઆતમાં જ ગંભીર ગરમીની સ્થિતિ દર્શાવે છે. આ સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધુ વધશે, રાત્રે પણ ગરમીનો અનુભવ થશે આગામી દિવસોમાં પણ રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને ગરમી યથાવત રહેશે. મે મહિનામાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધુ વધે તેવી શક્યતા છે. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહેતાં રાત્રિના સમયે પણ ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. આગામી 48 કલાક સુધી કોઈ બદલાવ જોવા મળશે નહીં. જો કે તે બાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે. 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. મેં મહિનામાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાનું છે. ઉત્તર ગુજરાતમાં જ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાનું અનુમાન છે.
    Click here to Read More
    Previous Article
    મેયર નક્કી કરવા આજથી 3 દિવસ ભાજપના નિરીક્ષકો સેન્સ લેશે:સુરતમાં હાથમાં નીડલ સાથે હોસ્પિટલથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાવિશાબેન પટેલ, રાજકોટમાં પણ સેન્સ લેવાઈ
    Next Article
    Shilpa Rao on AR Rahman’s communal comment, says she has lost projects: ‘Don’t be gullible’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment