Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા, સ્થિતિ જોઈ પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો

    2 days ago

    નોઇડામાં એક યુવકે શનિવારે યુપીની સૌથી ઊંચી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેણે ઇમારતના 43મા માળેથી છલાંગ લગાવી હતી. જમીન પર પડતાં જ તેના શરીરના ટુકડા થઈ ગયા. માંસના લોચા 30-40 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયા. ચારે તરફ લોહી જ લોહી થઈ ગયું. ઘટના સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીના એસ્પાયર ટાવરની છે. ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં યુવક 80 માળની ઇમારતના 43મા માળની રેલિંગ પર લટકતો દેખાઈ રહ્યો છે. લગભગ 2-3 સેકન્ડ સુધી તે રેલિંગ પર ચાલ્યો હતો. માળ પર અન્ય એક વ્યક્તિ પણ દેખાઈ રહી હતી. તે કંઈ કરી શકે એ પહેલાં જ યુવકે છલાંગ લગાવી દીધી. જમીન પર પડ્યા બાદ સ્થિતિ એવી હતી કે પોલીસ મૃતદેહને કોથળામાં ભરીને લઈ ગઈ. પોલીસ યુવકની ઓળખ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયો, CCTV અને ઘટનાસ્થળેથી મળેલા અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે. ઘટના સમયે માળ પર હાજર રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવક સોસાયટીમાં રહેતો હતો કે કોઈ કામસર ત્યાં આવ્યો હતો, તે પણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની 3 તસવીરો જુઓ…
    Click here to Read More
    Previous Article
    ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 4 પાઇલટ શા માટે હતા?:કેપ્ટને ગેટ ખોલ્યો તો કોકપિટમાં ઘૂસ્યા, વિમાન સંભાળ્યું; 5 સેકન્ડ વધુ લાગ્યા હોત તો ક્રેશ થઈ જાત
    Next Article
    ગીરસોમનાથમાં વનકર્મીઓએ પાંચ માંગણીઓ માટે આંદોલન શરૂ કર્યું:સુરક્ષા એલાઉન્સ, ગ્રેડ-પે અને બદલીના પ્રશ્ને વેરાવળમાં આવેદનપત્ર આપ્યું, હડતાળની ચીમકી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment