Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની સરાઝા હોટેલમાં ઉદ્યોગપતિની દારૂ મહેફિલમાં દરોડો:મોઢા છુપાવવા ટેબલ-ખુરસીના કવર બાંધ્યા, 43 પુરુષો અને 33 મહિલાનો સમાવેશ; મોટી હસ્તીઓની હાજરીની ચર્ચા

    20 hours ago

    રંગિલા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટેલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હોવાના દાવાથી સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હોટેલમાં દારૂની જામી પડેલી મહેફિલનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રાજકોટ LCB ઝોન-2ની ટીમે સરાઝા હોટેલ પર ઓચિંતો દરોડો પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દારૂ પાર્ટીમાં 25 કરતા વધારે કપલ હોવાની આશંકા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, હોટેલમાં કોઈ વ્યક્તિની બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી. જોકે, બર્થડે પાર્ટીની આડમાં અંદર દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની જાણકારી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટીમાં 25થી વધુ કપલ્સ હાજર હોવાનું કહેવાઈ રહ્યું છે. 50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓની હાજરી ચર્ચાની એરણે આવેલી આ દારૂ પાર્ટીમાં શહેરના 50થી વધુ નામાંકિત ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓ હાજર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વધુમાં, આ સમગ્ર હાઈપ્રોફાઈલ પાર્ટી જાણીતા ડેકોરા ગ્રુપ સાથે સંકળાયેલી હોવાનો દાવો પણ સામે આવી રહ્યો છે. હોટેલના પાર્કિંગમાં પણ લક્ઝરિયસ અને મોંઘીદાટ ગાડીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પોલીસ કાફલો પહોંચતા જ અફરાતફરી હોટેલમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળતા જ એલસીબી ઝોન-2ની ટીમ ઓચિંતી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ કાફલો અચાનક આવી પહોંચતા દારૂની મહેફિલ માણી રહેલા હાઈપ્રોફાઈલ લોકોમાં અફરાતફરી અને ભારે નાસભાગનો માહોલ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક હોટેલના પરિસરને કવર કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ આ સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે, દારૂ પાર્ટી અંગે કે કયા કયા લોકો હાજર હતા તે અંગે હજુ સુધી પોલીસ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આખરે આ હાઈપ્રોફાઈલ પાર્ટીનું આયોજન મુખ્યત્વે કોણે કર્યું હતું અને પોલીસની કાયદેસરની તપાસના અંતે કયા નામો સત્તાવાર રીતે સામે આવે છે, તેના પર હાલ સમગ્ર રાજકોટ શહેરની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં જ ગેસનો બાટલો મોંઘો થયો:ફોન કૉલ, ટોલ ટેક્સ સહિત નવેમ્બરની શરૂઆતમાં થઈ ગયા આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
    Next Article
    Delhi-NCR's New Pollution Rules Explained: Older Vehicles Banned, 50% WFH, And Strict Commute Curbs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment