Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 43 નવા લાભાર્થીઓને સહાય મંજૂર:વૃદ્ધ સહાય યોજનાના 29 અને ગંગા સ્વરૂપા યોજનાના 14 લાભાર્થીઓને હુકમો અપાયા

    7 hours ago

    દિવાળી પહેલાં અમરેલી શહેર મામલતદાર કચેરીએ વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 43 નવા લાભાર્થીઓને મંજૂરી હુકમો આપ્યા છે. આ હુકમોના આધારે તેમને દર મહિને આર્થિક સહાય મળશે. વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજના હેઠળ મળેલી 29 અરજીઓ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળેલી 14 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. અમરેલી શહેરના મામલતદાર કે.કે. દવેએ દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે કચેરીમાં આવેલી નવી અરજીઓનો ઝડપથી નિકાલ કરીને તહેવાર પહેલાં સહાયનો લાભ મળે તે સુનિશ્ચિત કરાયું છે. હાલ અમરેલી શહેરમાં વૃદ્ધ અને નિરાધાર આર્થિક સહાય યોજનાના 2,699 લાભાર્થીઓ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના 2,308 લાભાર્થીઓ સહાય મેળવી રહ્યા છે. લાભાર્થીઓને યોજનાનો લાભ સરળતાથી મળતો રહે તે માટે કચેરી કેવાયસી (KYC) સહિતની કામગીરી પણ કરે છે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા:શોભાયાત્રામાં રામાયણ દર્શાવવામાં આવ્યું; ઉપરાષ્ટ્રપતિ-CM યોગી સહિત અનેક મંત્રીઓ હાજર
    Next Article
    TikTok-To-OnlyFans Pipeline: How The App Is Luring Young Women Into Sex Industry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment