Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ ફ્યૂઅલ ચાર્જ રૂ.425 વધારતા એરફેર 20 ટકા વધ્યું

    1 day ago

    ઇઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગો એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે અમદાવાદથી મુંબઈનું ભાડું હવે રૂ. 3010ને બદલે રૂ.3800 અને દિલ્હીનું ભાડું રૂ.3690ની જગ્યાએ રૂ.4700, બેંગલુરુનું ભાડું રૂ.4530થી રૂ.5300 થશે. જોકે વનવે ભાડામાં છેલ્લી ઘડીએ, તહેવારો કે રજાઓ વખતે વધારાની શક્યતા રહે છે. ડોમેસ્ટિક એર ટિકિટમાં ફ્યૂઅલ ચાર્જ એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)ના વધતા-ઘટતા ભાવને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે. દરેક એરલાઇન પોતાની રીતે ફ્યૂઅલ ચાર્જ નક્કી કરે છે અને તેના કુલ ઓપરેશન ખર્ચમાં 40 ટકા ખર્ચ એટીએફ પર નિર્ભર હોય છે. સામાન્ય રીતે આ ચાર્જ એરલાઇનના બેઝ ફેરમાં સામેલ હોય છે, જેથી ટિકિટ ભાવ તારીખ પ્રમાણે બદલાય છે. વેકેશનમાં સિંગાપોર, બાલી, મલેશિયાનાં પેકેજ પણ મોંઘાં ડોલરના ભાવમાં વધારો, ખાડી દેશોમાં તણાવ વચ્ચે ટ્રાવેલ એજન્ટોએ ફાર ઇસ્ટ ટૂર પેકેજમાં 13 હજાર સુધીનો વધારો કર્યો છે. સમર વેકેશનને ધ્યાનમાં રાખી હાલ અંદાજે પેકેજ ભાવ આ પ્રમાણે છે: આ રૂટનાં ભાડાં વધ્યાં અમદાવાદથી દરરોજ 146 ફ્લાઇટના 23 હજાર પેસેન્જર, દરરોજ રૂ.1 કરોડ વસૂલાશે ઇન્ડિગો અમદાવાદથી દરરોજ ડિપાર્ચર-એરાઇવલ મળી લગભગ 146 નાનાં-મોટાં વિમાનોનું સંચાલન કરે છે. તેમાં 116 એરબસ A-320/321 શ્રેણીનાં વિમાનોનો સમાવેશ થાય છે. પ્રતિ વિમાન 180 સીટ પ્રમાણે કુલ 20,880 સીટ ઉપલબ્ધ છે. આ સીટો પર જો રૂ.425 ફ્યૂઅલ સરચાર્જ વસૂલવામાં આવે તો રોજ લગભગ રૂ.88.74 લાખ વસૂલાશે. ઉપરાંત અમદાવાદથી 30 ATR-72 નાના વિમાનોનું પણ સંચાલન થાય છે. પ્રતિ વિમાન 72 સીટ મુજબ કુલ 2,160 સીટ થાય છે. અહીંથી દરરોજ લગભગ રૂ.9.18 લાખ વસૂલાશે. આ રીતે તમામ ફ્લાઇટો ફુલ થાય તો પેસેન્જરોના ખિસ્સામાંથી પ્રતિદિન અંદાજે વધુ રૂ.1 કરોડ રૂએરલાઇન દ્વારા વસૂલાશે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય શરૂ; બંગાળમાં BJP-TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ; હાર્દિક-ઈશાન સામે વડોદરા પોલીસ સ્ટેશનમાં અરજી
    Next Article
    આજથી સૂર્યની મીન સંક્રાંતિ:અંતિમ રાશિ મીનમાં સૂર્યના ભ્રમણથી નેત્રરોગ વકરે, કેન્સરના દર્દીઓ વધે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment