Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસહ્ય ગરમીમાંથી મળશે આંશિક રાહત:ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, આજે 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

    1 day ago

    રાજ્યના નાગરિકોને આજથી અસહ્ય ગરમીમાંથી રાહત મળવાની છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો પડશે નહીં. જો કે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં તાપમાન 42થી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જો કે હવે વાતાવરણની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આપવામાં આવી છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે આજથી રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીએ ગરમી પહોંચ્યા બાદ તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો રાહતનો શ્વાસ લઈ શકશે. અત્યારે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. ‘અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન’ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી(6 મે સુધી) વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. ઉચ્ચતમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આગામી દિવસમાં જોવા મળશે નહીં. પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન છે. દાદરા નગર હવેલીમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહેવાનું અનુમાન છે. આજે સૌથી વધુ રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 1.8 ડિગ્રી વધારે છે. રાજ્યના તમામ શહેરોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ કોઈ મોટો બદલવા જોવા મળશે નહીં. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ શકે છે. તેમજ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 43.6 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે નોંધાયું છે. ત્રણ દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહેવાનું અનુમાન છે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં ફેરફાર થશે. ગુજરાતની ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    MPના જબલપુરમાં ક્રૂઝ ડૂબ્યું, 4 મૃતદેહ મળ્યા:બરગી ડેમમાં દુર્ઘટના; 30થી વધુ પ્રવાસીઓ સવાર હતા; બચાવ કામગીરી ચાલુ
    Next Article
    હોટલ શિવામાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ:સંચાલક અને મેનેજરની ધરપકડ, મુંબઈ, મેઘાલય, ઉત્તરાખંડની ચાર યુવતીઓ મળી આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment