Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટથી મંગાવેલો 4.239 કિલો ગાંજો ઝડપાયો:જૂનાગઢ SOGએ ઓડીશાથી પાર્સલમાં મંગાવેલો 2.51 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો, 2 આરોપી પકડાયા અને 5 ફરાર

    1 day ago

    ​જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે અવનવા રસપ્રદ કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ટીમને મોટી સફળતા મળી છે. 2.51 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસે ઓડીશાથી ભવનાથ પોસ્ટ ઓફિસ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ કિંમત રૂ. 2,11,950 /-વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,51,950/- ના મુદ્દામાલ સાથે રઇશખાન પઠાણ અને સોહીલ શેખની ધરપકડ કરી છે, જ્યારે અમિત ઉર્ફે ચેમ્પિયન સહિત 5 આરોપીઓ ફરાર છે. પાર્સલ ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યું SOG ટીમના પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાધલ તેમજ કૃણાલસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડ નામના શખ્સોએ ઓડીશા રાજ્યમાંથી ટપાલ સેવા મારફતે પ્રતિબંધિત નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મંગાવેલો છે. આ પાર્સલ ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યું છે. બે શખસોને પોલીસે કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા SOG પોલીસ ટીમ દ્વારા ભવનાથ પોસ્ટ ઓફિસ નજીકના માર્ગ પર સફળ રેઈડ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મેળવવા માટે આવેલા બે શખસોને પોલીસે કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા હતા. તેમની પાસે રહેલા પાર્સલની તપાસ કરતા તેમાંથી 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 2,11,950 રૂપિયા અંકાયેલી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 10,000 રૂપિયાની કિંમતનો 1 નંગ મોબાઈલ ફોન તથા 30,000 રૂપિયાની કિંમતનું 1 નંગ સુઝુકી એક્સેસ મોટરસાયકલ કબ્જે કર્યું હતું. આમ પોલીસે કુલ મળીને 2,51,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​આ રેઈડ દરમિયાન પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 28 વર્ષીય રઇશખાન રહીમખાન યુસુફજઇ પઠાણ, જે જૂનાગઢમાં નરસિંહ સ્કૂલ સામે આવેલી ભટ્ટી શેરીનો રહેવાસી છે, અને 22 વર્ષીય સોહીલ રજાક શેખ, જે જૂનાગઢના સંઘાડીયા બજાર સ્થિત ઝાલોરાપાનો રહેવાસી છે, આ બંને ઈસમોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા બંને આરોપીઓએ નશીલો પદાર્થ મેળવવા માટે સ્થાપિત કાવતરામાં ભાગ ભજવ્યો હતો, જેથી પોલીસે તેમની વિધિવત ધરપકડ કરીને જેલહવાલે કરવાની તજવીજ કરી છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી ​પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં સંકળાયેલા અન્ય પાંચ આરોપીઓને પકડવાના બાકી છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડવાના બાકી આરોપીઓમાં જૂનાગઢના રહેવાસી અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુભાઇ રાઠોડ અને કિરણ કાનજીભાઇ રાઠોડ મુખ્ય સૂત્રધારો છે, જેમણે આ જથ્થો મંગાવ્યો હતો. આ ઉપરાંત ઓડીશાથી આ પાર્સલ મોકલનાર ગોપી દાદા, જે રૂપ્રા રોડ ઓડીશા પિન કોડ 766110 નો રહેવાસી છે, તેમજ જૂનાગઢના બાગેરજા એપાર્ટમેન્ટમાં રહેતો અકીલ ફિરોજભાઇ સીડા અને જૂનાગઢનો રહેવાસી સમુન દિલાવરભાઇ લાસારી નો પણ સમાવેશ થાય છે. આ તમામ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજે 3 જિલ્લામાં રેડ અને 11માં ઓરેન્જ એલર્ટ:સુરતમાં ખાડીઓનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ, રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ
    Next Article
    Salman Khan Backs Students, Warns Against 'Hijacking' Of Paper Leak Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment