Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળિયાદ પાંજરાપોળમાં 4200 પશુઓને 8 દિવસનું ભોજન:વલ્લભભાઈ વનાણી પરિવારે ભોજન ખર્ચનું અનુદાન કર્યું

    8 hours ago

    પાળિયાદ મહાજન પાંજરાપોળમાં 4200 અબોલ પશુઓને આઠ દિવસના ભોજનનો સંપૂર્ણ ખર્ચ એક જીવદયા પ્રેમી પરિવારે ઉઠાવ્યો છે. સમઢીયાળા નિવાસી અને હાલ સુરત સ્થિત વલ્લભભાઈ વનાણી પરિવારે આ અનુદાન કર્યું છે.વલ્લભભાઈ વનાણી, જેઓ અબોલ પશુઓ પ્રત્યે કરુણા ધરાવે છે, તેઓ જ્યારે પણ પોતાના વતન આવે છે ત્યારે પાળિયાદ મહાજન પાંજરાપોળની અચૂક મુલાકાત લે છે. તેઓ પશુઓને સાતા પમાડવા માટે નિયમિતપણે યોગદાન આપે છે. તાજેતરમાં વતન આગમન દરમિયાન, વલ્લભભાઈ વનાણી પરિવારે પાંજરાપોળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે 4200 અબોલ પશુઓ માટે આઠ દિવસના ભોજનનો સંપૂર્ણ ખર્ચ અર્પણ કર્યો હતો.શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે વલ્લભભાઈ વનાણી પરિવારની જીવદયા ભાવનાને બિરદાવી હતી. ટ્રસ્ટે તેમની મુલાકાત અને ઉદાર અનુદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં નીટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનો પ્રવેશ શરૂ:પાંચ કેન્દ્રો પર 2002 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
    Next Article
    "Wife Was Shouting, He Was Crying": Family Of Delhi Judge Who Died By Suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment