Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં નીટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનો પ્રવેશ શરૂ:પાંચ કેન્દ્રો પર 2002 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

    8 hours ago

    હિંમતનગરમાં આજે પાંચ કેન્દ્રો પર નીટ (NEET) પરીક્ષાનો પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં કુલ 2002 વિદ્યાર્થીઓ 84 બ્લોકમાં પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. બપોરે 1.30 કલાકે પ્રવેશ બંધ કરવામાં આવશે, જ્યારે બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. કેન્દ્રમાં પ્રવેશ પહેલાં વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા સ્તરે તપાસ અને સ્કેનિંગ બાદ તેમને કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓની ભીડ જોવા મળી હતી. હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ, જૈનાચાર્ય વિદ્યાલય, સરકારી પોલીટેકનિક કોલેજ, પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અને પાણપુરમાં આવેલી આદર્શ વિદ્યાલય ખાતે નીટની પરીક્ષા યોજાઈ રહી છે. જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા જૈનાચાર્ય સ્કૂલ પાસે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કોર્પોરેટર વાચાબેન જોશી સહિત ગ્રુપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં NEET પરીક્ષા શરૂ: 3252 વિદ્યાર્થીઓ:10 કેન્દ્રો પર સઘન ચેકિંગ બાદ પ્રવેશ અપાયો
    Next Article
    પાળિયાદ પાંજરાપોળમાં 4200 પશુઓને 8 દિવસનું ભોજન:વલ્લભભાઈ વનાણી પરિવારે ભોજન ખર્ચનું અનુદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment