Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યા બાદ સત્તાધીશોને યાદ આવ્યું લેબની હાઈટ ઓછી:42 કરોડના ખર્ચે તૈયાર ધ્રુવ કમલ બિલ્ડિંગમાં તોડફોડ; NSUIનો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીર છબરડાનો આક્ષેપ

    4 days ago

    ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરાયું અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરી દેવાયું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ આવ્યું કે, લેબ બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની 12 ફૂટ હાઈટ રાખી છે તે ઓછી પડશે. જે બાદ હવે બેઝમેન્ટની હાઈટ 24 ફૂટ કરવા લાખોના ખર્ચે તોડફોડ કરવામાં આવી રહી છે. બેઝમેન્ટનો સ્લેબ જ તોડી નાખતા બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. 42 કરોડના ખર્ચે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવાઈ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિસો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેમ્પસમાં બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના પૈસાથી બનાવવામાં આવતી બિલ્ડિંગના આયોજનમાં બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અટલ કલામ પાસે 42 કરોડ 50 લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેનું નામ ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક આપવામાં આવ્યું હતું. અધિકારીઓનું અણધડ આયોજન ને સત્તાધીશોનો ગંભીર છબરડો ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક જ્ઞાનનું પ્રતિક બનશે અને એસ્ટ્રો ફિઝિક્સ, મેડિકલ સાયન્સ અને ગણિત જેવા વિષયમાં ભારતનું માર્ગદર્શક કેન્દ્ર બનશે તેવો દાવો ઉદ્ઘાટન સમયે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો. 42 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં તમામ ખર્ચ પાણીમાં ગયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના અણધડ આયોજન અને સત્તાધીશોની ઉદાસીનતાના કારણે ગંભીર છબરડો સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટને બદલે 12 ફૂટ હાઈટ રખાઈ ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, તે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર લેબ બનાવવા માટે 24 ફૂટ હાઈટની જરૂર પડશે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 12 ફૂટની હાઈટ રાખવામાં આવી હતી. જે બાદ એક તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ અને પરીક્ષા ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર જોખમી રીતે તોડફોડ શરૂ કરાઈ. ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રુવ કમલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું અને બારીઓના કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કામ ચાલે છે ત્યાં લાખોના ખર્ચે લાવેલા સોફા પણ હટાવવામાં આવ્યા નથી. જેથી સોફા પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની પરીક્ષા વચ્ચે બિલ્ડિંગમાં તોડફોડ શરૂ ગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટની ઊંચાઈ કરવા માટે પાયામાં મસમોટો ખાડો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI દ્વારા બિલ્ડિંગની ગુણવત્તાને અસર થઈ શકે છે તેવો આક્ષેપ કર્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ધ્રુવ કમલમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે રીતે મસમોટો ખાડો કરવામાં આવ્યો છે તેના કારણે કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 20 ટકા કમિશન કુલપતિ અને રજીસ્ટ્રારને મળી જાય છે, જેથી વિદ્યાર્થીઓના પૈસાની દિવાળી થઈ રહી છે. સત્તાધીશોન હવે યાદ આવ્યું કે બિલ્ડિંગમાં બેઝમેન્ટની જરૂર ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધ્રુવ કમલ નામનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું તેનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, હવે બિલ્ડિંગમાં બેઝમેન્ટ બનાવવાની જરૂર પડી છે, ત્યારે નવું બનાવેલું બિલ્ડિંગ તોડવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયરો માત્ર એસી ઓફિસમાં બેસતા હોય તેવું જ લાગી રહ્યું છે. કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયા એન્જિનિયરો ફિલ્ડ પર ગયા વગર જ બે-બે લાખ રૂપિયા પગાર લઈ લે છે. ગ્રાઉન્ડ ફ્લોર તોડવામાં આવી રહ્યો છે તેને લઈને બિલ્ડિંગની ગુણવત્તા પર અસર પડશે. જો બિલ્ડિંગ તૂટી જશે તો તેની જવાબદારી કોની રહેશે? કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયા છે. પૂર્વ કુલપતિ જે એજન્સીને બ્લેક લિસ્ટ કરે છે તે જ એજન્સીને કુલપતિ પરત લાવીને બિલ્ડિંગો ઊભી કરવાની કામગીરી સોંપે છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળી એજન્સીઓ દ્વારા કુલપતિ અને રજીસ્ટ્રારને જે ફંડ આપવામાં આવે છે તેના લીધે આ બધી બેદરકારી સામે આવી રહી છે. ફરી લાખો રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ બનાવી ત્યારે અધિકારીઓને યાદ ન આવ્યું કે આ રીતની કામગીરી કરવાની હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરીશું ઉગ્ર આંદોલનની માંગ સાથે વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગ બન્યા બાદ અધિકારીઓને યાદ આવ્યું કે 12 ફૂટ નહીં પરંતુ 24 ફૂટની હાઈટની જરૂર હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. કુલપતિ જતા જતા પોતાના પર વધુ એક ડાઘ લગાવીને જતા હોય તેવું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અઢી વર્ષની બાળકી રમતા-રમતા બીજા માળેથી નીચે ખાબકી:માસૂમે સારવાર દરમિયાન દમ તોડ્યો, ગ્રીલનો 10 ઈંચનો ગેપ 'કાળ' બન્યો, માતા-પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
    Next Article
    BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ, CCTV:અમદાવાદમાં અસામાજિક તત્વોએ વૃદ્ધને ઘરે જઈ માર માર્યો, બાઈક સહિતના વાહનોમાં નુકસાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment