Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા વધારવા નવા બોરનું ખાતમુહૂર્ત:પાલનપુરમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે રૂ.42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનશે

    2 days ago

    પાલનપુર શહેરમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત બનાવવા તેમજ ભૂર્ગભ જળનું સ્તર જાળવવા પાલનપુર નગર પાલિકા દ્વારા વિવિધ કામો હાથ ધર્યા છે. રવિવારે તાજપુરા ખાતે આ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ શ્લો એક્વિફેર મેનેજમેન્ટ 2.0 અંતર્ગત શહેરમાં રૂ.42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનાવાશે.આ કામગીરીથી વરસાદી પાણીના સંગ્રહ-રિચાર્જને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત વ્યવસાયવેરા યોજના સને 2025-26ની ગ્રાન્ટ હેઠળ રૂ.20 લાખના ખર્ચે તાજપુરા, સુખબાગ રોડ અને કૈલાસ વાટિકા નજીક 3 નવા પીવાના પાણીના બોર બનાવાશે. શરણાઈ વાડી, તાજપુરા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ નવ સ્થળે વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનશે . ન્યુ અમન પાર્ક, હનુમાન ટેકરી ક્રોસ રોડ સામે .SBI સોસાયટી, અમદાવાદ- પાલનપુર હાઇવે નજીક . આશીર્વાદ બંગલોઝ, અમદાવાદ- પાલનપુર હાઇવે નજીક . VIP સોસાયટી, શેરી નં.13 નજીક . લક્ષ્મીપુરા ડેરી . કાનાવટી સ્કૂલ, જગાણા-ગોબરી રોડ . સૂર્યનગર, બનાસ ડેરી રોડ નજીક . બળદીપ સોસાયટી, BLPL પુસ્તકાલય સામે . મફતપુરા, રામાપીર મંદિર પાસે
    Click here to Read More
    Previous Article
    નફાની રકમમાંથી જરુરિયાતમંદ છાત્રોની ફી ભરવી:ઘરેથી નાસ્તો લાવી વેચાણ કરતાં બે દિવસમાં રૂ.92 હજારનો નફો મળતાં દીકરીઓએ કોલેજમાં સહકારી મંડળીની રચના કરી દીધી
    Next Article
    નફામાંથી જરુરીયાતમંદ છાત્રોની ફી ભરવી:પાલનપુરમાં દીકરીઓએ કોલેજમાં રૂ.100થી શરૂ કરેલી મંડળીએ અઢી વર્ષમાં 16 લાખનો નફો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment