Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે ખેલ પાડવાનું શરૂ કર્યું, 42 સીટ બિન હરીફ:કડી નગરપાલિકાની 36 સીટમાંથી 22 બિન હરીફ, છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના ઉમેદવારના ઠેકાણા પણ ન પડ્યા

    1 day ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. સવારે 10 વાગ્યાથી ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થતાં જ ભાજપે દક્ષિણ ગુજરાતમાં મોટો ખેલ પાડી દીધો છે. નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. જ્યારે કડી નગરપાલિકાની 36માંથી 22 સીટ બિન હરીફ થઈ ગઈ છે. કુલ મળીને રાજ્યમાં 42 સીટ બિન હરીફ થઈ છે. અંતિમ ઘડી સુધી કોંગ્રેસે અમદાવાદ કોર્પોરેશનમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા તો ભાજપે પણ પોતાના 4 ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. જેમાં રાજકોટ, વડોદરામાં એક-એક અને અમદાવાદમાં બે ઉમેદવાર બદલાયા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોએ જ મને ટિકિટ ન મળે તે માટે કાવતરું રચ્યું છે. 3 વાગ્યા પહેલા પાર્ટી મને મેન્ડેટ આપી દેશે. જો મેન્ડેટ નહીં મળે તો હું ચૂંટણી લડીશ નહીં. જે બાદ હું ધારાસભ્ય પાછળ પડી જઈશ. ધારાસભ્યને હું હવે છોડીશ નહીં. તો આ તરફ વાસણા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ મળવા છતાં છેલ્લી ઘડી સુધી ફોર્મ ભર્યું જ નહીં. 15 મનપા સહિત પાલિકા-પંચાયતના ભાજપના 9500 ઉમેદવાર જાહેર, ધૂરંધરો સહિત 80 ટકાના પત્તા કપાયા, જુઓ લિસ્ટ નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દેવસર બેઠક (ગણદેવી), બિગરી બેઠક (ગણદેવી) અને ઘેજ બેઠક (ચીખલી) બિનહરીફ જાહેર થઈ છે. માત્ર નવસારી જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણદેવી તાલુકા પંચાયતની વિવિધ બેઠકો જેવી કે બિગરી-1, બિગરી-2, ભાઠા, અજરાઈ, માસા અને મટવાડ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિપક્ષી છાવણીમાં આ ગાબડું પડતા કાર્યકરોમાં સોપો પડી ગયો છે. ભાજપે 4 ઉમેદવાર બદલ્યા ભાજપમાં ઉમેદવારોના કકળાટ વચ્ચે 4 ઉમેદવારોને બદલવાની ફરજ પડી હતી. જેમાં અમદાવાદના પાલડી વોર્ડમાંથી આશિષ શાહની જગ્યાએ જૈનિક વકીલ, જમાલપુરમાં કલ્પના કહારને સ્થાને પ્રિયંકા કહાર, રાજકોટના વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલા અને વડોદરામાં વોર્ડ નં-1માં રાગ મછારની જગ્યાએ ભૂરસિંહ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. મેન્ડેટ આપવા છતાં વાસણામાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું નહીં મેન્ડેટ આપવા છતાં અમદાવાદના વાસણામાં કોંગ્રેસ ઉમેદવારે છેલ્લી ઘડી સુધી ફોર્મ ભર્યું જ નહીં. OBC ઉમેદવાર ફાલ્ગુનીબેન રાવલે ફોર્મ ભર્યું જ નહીં. મેન્ડેટ આપ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા ન આવતા શહેર સમિતિ દોડતી થઈ હતી. અનેક વખત ફોન કરવા છતાં ફાલ્ગુનીબેન રાવલે કોઈના ફોન ઉપાડ્યા જ નહીં અને અંતે કોંગ્રેસનું OBC બેઠક પર એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહીં. બહેરામપુરામાં કમળા ચાવડા-તીર્મીઝિની ટિકિટ કપાઈ અમદાવાદમાં જેલમાંથી ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ તીર્મીઝિને કોંગ્રેસ પાર્ટીનું મેન્ડેન્ટ મળ્યું નહીં. કોંગ્રેસ દ્વારા તસ્લીમ આલમ તીર્મીઝિને મેન્ડેટ ના આપતા ફોર્મ રદ થશે. છેલ્લી ઘડીએ કોંગ્રેસે પેનલને ફોર્મ ભરાવ્યાં હતા. કમરુદ્દીન પઠાણ, હબીબ શેખ, દીનાબેન પરમાર અને ઝરીના રંગરેજને બહેરામપુરાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. બહેરામપુરા વોર્ડમાં બે પૂર્વ કોર્પોરેટર કમળા ચાવડા અને તસ્લીમ આલમ તીર્મીઝિની ટિકિટ કાપવામાં આવી છે. સુરતના વોર્ડ નંબર 25માં ટિકિટની જાહેરાત બાદ પૂર્વ કોર્પોરેટર વિક્રમ પાટીલનો એક અનોખો અને ઉત્સાહિત અંદાજ જોવા મળ્યો હતો, જેમાં તેઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓના ખભા પર ઝૂમતા નજરે પડ્યા હતા. પોતાની ટિકિટ કપાવા છતાં પુત્રવધૂને મળેલી તકને તેમણે પોતાની જીત ગણી હોય તેમ, કાર્યકર્તાઓએ તેમને ઊંચકી લીધા હતા અને વિક્રમભાઈએ પણ ભારે જોશ સાથે ડાન્સ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અમદાવાદના આ વોર્ડમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા બહેરામપુરા કોંગ્રેસના ઉમેદવાર મકતમપુરા કોંગ્રેસ ઉમેદવાર ગોમતીપુર કોંગ્રેસ ઉમેદવાર વિરાટનગર કોંગ્રેસ ઉમેદવાર બાપુનગર કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી સંબંધિત દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ દિલ્હીને 213 રનનો ટાર્ગેટ આપ્યો:DCએ બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી, રાહુલ પછી નિસાંકા પણ આઉટ
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment