Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં દસાડામાં 42, લખતરમાં 19 મીમી વરસાદ:જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં 42 મીમી અને લખતર પંથકમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે. જેમાં વઢવાણ તાલુકામાં 10 મીમી, ચુડા તાલુકામાં 7 મીમી, લીંબડી તાલુકામાં 6 મીમી અને ધ્રાંગધ્રા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. મોસમ દરમિયાન અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ લીંબડી તાલુકામાં 258 મીમી, દસાડા તાલુકામાં 214 મીમી, સાયલા તાલુકામાં 213 મીમી અને ચુડા તાલુકામાં 207 મીમી નોંધાયો છે. જ્યારે મોસમનો સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં માત્ર 81 મીમી અને થાનગઢ તાલુકામાં 85 મીમી નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં લખતર તાલુકામાં 196 મીમી, વઢવાણ તાલુકામાં 148 મીમી, મુળી તાલુકામાં 104 મીમી અને ચોટીલા તાલુકામાં 159 મીમી વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો અત્યાર સુધીનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 166.5 મીમી નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    2 કલાકમાં 2 ઇંચ વરસાદે અમદાવાદને બાનમાં લીધું:અંડરબ્રિજો બંધ, ઠેર-ઠેર વાહનોની લાંબી કતાર, થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી મૃતદેહ મળ્યો; વાસણા બેરેજના દરવાજા ખોલાયા
    Next Article
    બોટાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ:શહેર સહિત ચારેય તાલુકામાં ધીમીધારે વરસાદ, ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment