Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત, નવસારી-વલસાડમાં સવારથી વરસાદ, દ. ગુજરાતમાં એલર્ટ:ચોમાસું મહારાષ્ટ્ર-મુંબઈ તરફ આગળ વધ્યું, ગુજરાત હજુ ગરમીમાં શેકાશે; ગાંધીનગર 41°C સાથે સૌથી ગરમ

    3 days ago

    દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોને પણ આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત પહેલાં જુદા-જુદા ભાગોમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરમાં 1.85 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ વલસાડના નાનાપોંઢામાં 1 mm નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન વાદળો અને પવનોની બદલાતી દિશા વચ્ચે તાપમાનમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને કારણે લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો હજુ પણ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યા છે. સોમવારે ગાંધીનગર 41°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનમાં સૌથી મોટો 3.5°Cનો ભારે ઘટાડો નોંધાયો છે. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં પડ્યો છે. હાલમાં સુરતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નવસારીમાં તોફાની પવન સાથે સવા ઇંચ વરસાદ, નદીઓ-ડેમમાં નવા નીર નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે અષાઢી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે જલાલપોર પંથકમાં સવા ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના વરસાદની તસવીરો… હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ક્યાં અને કેવો વરસાદ રહેશે? અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, પારો 41 ડિગ્રીને આંબશે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજના સમયે શહેરમાં ગાજવીજ સાથે વરસાદના એક કે બે રાઉન્ડ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જોકે, વરસાદ છતાં તાપમાનમાંથી મુક્તિ નહીં મળે અને મહત્તમ પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેથી બફારાનું જોર ચાલુ રહેશે. વેધર એનાલિસિસ, સુરતમાં પારો 3.5°C ગગડ્યો, ગાંધીનગર-અમદાવાદમાં અસહ્ય ઉકળાટ રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ છે, તો બીજી તરફ તાપમાનનો પારો ઊંચો રહેતાં અસહ્ય બફારો યથાવત્ છે. ગુજરાતવાસીઓને રાત્રે પણ અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 0.8°Cના વધારા સાથે 41.0°C પર પહોંચી ગયું છે, જે રાજ્યમાં સૌથી ઊંચું છે. અમદાવાદમાં સહેજ ઘટાડા સાથે પારો 40.5°C નોંધાયો હતો, પરંતુ લઘુત્તમ તાપમાન 29.6°C રહેતાં રાત્રે ભારે અકળામણ રહી હતી. સુરેન્દ્રનગરમાં પારો 40.5°C અને રાજકોટમાં 40.3°C રેકોર્ડ થયો છે. સુરતમાં બહુ મોટી રાહત દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનમાં 3.5°Cનો મોટો ઘટાડો નોંધાતા પારો 32.4°C પર આવી ગયો છે, જે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ પારો 1.3°C ઘટીને 35.7°C પર સ્થિર થયો હતો.
    Click here to Read More
    Previous Article
    લખનઉ આગ દુર્ઘટનામાં 15 લોકોના મોત, તપાસ માટે SIT પહોંચી:બધા મૃતદેહ પરિવારોને સોંપાયા; 23 વર્ષની પુત્રીનો મૃતદેહ જોઈને માતા બેભાન થઈ ગઈ
    Next Article
    વડોદરામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:સાંસદે બાળકનો હાથ પકડી પ્રવેશ કરાવ્યો, PM અને CMનો ફોટો બેગ પર જોવા મળ્યો; હેમાંગ જોશી લેટ થતાં વાલીઓ અકળાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment