Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 41,316 બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો:ત્રણ દિવસીય પ્રવેશોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

    3 days ago

    વલસાડ જિલ્લામાં 23મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અહેવાલ મુજબ, ત્રણ દિવસ દરમિયાન કુલ 41,316 બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કન્યા કેળવણી મહોત્સવને પણ આ વર્ષે નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લામાં 19,174 કુમારોની સામે 20,339 કન્યાઓએ પ્રવેશ મેળવ્યો હતો, જે દર્શાવે છે કે કુમારો કરતાં 1,165 વધુ કન્યાઓ શિક્ષણ સાથે જોડાઈ છે. રાજ્ય સરકાર દ્વારા કન્યા શિક્ષણ પ્રત્યે ચલાવવામાં આવતી જાગૃતિ ઝુંબેશના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા પ્રશાસન અને જનપ્રતિનિધિઓએ જિલ્લાના 686 ગામોની શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. શાળા વિકાસ અંગે યોજાયેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની બેઠકોમાં 10,181 વાલીઓએ ભાગ લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા. ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસોને પણ સફળતા મળી છે. કુલ 1,305 બાળકોનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જેમાં ઉમરગામ અને કપરાડા તાલુકામાં સૌથી વધુ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા હતા. આ ઉપરાંત, 66 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો, જે સરકારી શાળાઓ પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે. પ્રવેશોત્સવ દરમિયાન દાતાઓએ પણ ઉદાર સહયોગ આપ્યો હતો. જિલ્લામાં રૂ. 1.42 લાખનું રોકડ અને રૂ. 49.55 લાખની વસ્તુઓ મળી કુલ રૂ. 51.03 લાખનું દાન પ્રાપ્ત થયું હતું. આ દાનનો ઉપયોગ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવશે. આમ, વલસાડ જિલ્લામાં યોજાયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશ પૂરતો સીમિત ન રહેતા, શિક્ષણ, જનભાગીદારી અને શાળા વિકાસના ઉત્સવ તરીકે ઉજવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ચૈતર વસાવાને સજા સામે અરવલ્લીમાં AAPનો વિરોધ:મોડાસામાં પદયાત્રા યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
    Next Article
    AI Chips Worth $13 Million Seized At Malaysia's Kuala Lumpur Airport

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment