Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ:આજે 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર, ચાર દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે

    15 hours ago

    ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. જો કે, હવે જુલાઈમાં મેઘકૃપા વરસવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારે છથી આઠ વાગ્યા સુધીમાં વાપીમાં 4.13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. મંગળવારે સુરતમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સુરત શહેરમાં સોમવારે રાતથી શરૂ થયેલી મેઘસવારી મંગળવારે પણ યથાવત રહી હતી. ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના કરાણે પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પણ પોલ ખુલ્લી પડી ગઈ હતી. પ્રથમ વરસાદમાં જ શહેરમાં રસ્તાઓ તૂટ્યા, વૃક્ષો પડ્યા અને ગરનાળા સ્વિિમિંગ પુલ બની જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કેતનને મારવા સિયા-ચેતને ત્રણ વખત પ્રયાસ કર્યા:પોલીસનો દાવો- ઘર પાસે ખાઈમાં ધક્કો મારવાની રિહર્સલ કર્યું ; જ્યોતિષીઓના મતે બંનેના 36માંથી 27 ગુણ મળ્યા હતા
    Next Article
    વેરાવળ નજીક ડાભોરમાં 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ:પ્રાથમિક શાળા નજીક દેખા દેતા લોકોમાં ફફડાટ, વન વિભાગે એક કલાકમાં કાબૂમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment