Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ દરિયાપુર પહોંચ્યા:પડી જવાથી યુવકને ગંભીર ઈજા, અકસ્માત, બેભાન સહિતના 41 ઈમરજન્સી કેસ નોંધાયા

    6 days ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. ભગવાનના ત્રણેય રથ હાલ દરિયાપુરથી પસાર થયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી બિરાજમાન છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે, જ્યારે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રનું સરસપુરમાં મામેરું ભરાયું હતું. જોકે, રથયાત્રા નિયત સમય કરતા બે કલાક મોડી ચાલી રહી છે. આ દરમિયાન શહેરમાં ઇમરજન્સી કેસ સામે આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. આ પણ વાંચો: પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા રથયાત્રાની તસવીર
    Click here to Read More
    Previous Article
    રોહિત-કોહલીની જોડીની જોરદાર બેટિંગ:વિરાટે ટ્રેડમાર્ક ઓન-ડ્રાઇવ અને કવર ડ્રાઇવ મારી, તો રોહિતે પુલ શોટ રમીને છગ્ગો ફટકાર્યો; કેપ્ટન ગિલ આઉટ
    Next Article
    ભૂતપૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ:'યશને તેરા ગેમ બજા ડાલા હૈ' કહી પરફ્યુમના વેપારી પાસે 10 લાખ માંગ્યા, ચાવાળા અને ફેરિયા બનીને ત્રાટકી પોલીસ, 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment