Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમી નો પ્રકોપ યથાવત:સતત ચોથા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર, સમી સાંજ સુધી 34 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ

    3 days ago

    ભાવણાવાસીઓ કાળઝાળ ગરમી સતત શેકાઈ રહ્યા છે ત્યારે આજરોજ પણ સતત ચોથા દિવસે પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યા હતો, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, આજે તાપમાન નો પારો 41.7 ડિગ્રીએ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા, આજે 32 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે લોકો આકરા તાપ અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે ત્યારે લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે છેલ્લા છ દિવસના હવામાનના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસનું તાપમાન નો પારો તા.22 મે ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.23 મે ને શનિવાર રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.24 મે ને રવિવાર રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.25 મે ને સોમવાર રોજ મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.26 મે ને મંગળવાર રોજ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.27 મે નેબુધવાર ના રોજ મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 43 ટકા અને પવનની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મહિલા સશક્તિકરણ સેમિનાર યોજાયો:આત્મનિર્ભરતા અને ગ્રાહક સુરક્ષા પર માર્ગદર્શન અપાયું
    Next Article
    શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14,60,000ની છેતરપિંડી:વિઘ્નહર્તા ફર્મ્સના નામે દેશભરમાં 4 લાખથી વધુનું સાયબર ફ્રોડ કરનાર હેબિચ્યુઅલ મ્યુલ સપ્લાયર વિક્રમ શેટે પુણેથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment