Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14,60,000ની છેતરપિંડી:વિઘ્નહર્તા ફર્મ્સના નામે દેશભરમાં 4 લાખથી વધુનું સાયબર ફ્રોડ કરનાર હેબિચ્યુઅલ મ્યુલ સપ્લાયર વિક્રમ શેટે પુણેથી ઝડપાયો

    3 days ago

    સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ટેલિગ્રામ અને વોટ્સએપ પર "ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ" માં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને શિકાર બનાવતી એક રીઢી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સાયબર માફિયાઓની મુખ્ય પેટર્નએ હતી કે તેઓ ભોગ બનનારને VIP ગ્રુપોમાં એડ કરી, બનાવટી વેબસાઇટ પર રોકાણ કરાવી, વાસ્તવિક નાણાં સીધા પોતાના મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. સુરતના એક ફરિયાદી સાથે આચરેલી 14,60,000ની છેતરપિંડીની તપાસ દરમિયાન સાડા નવ લાખ રૂપિયા સીધા પુણેના આરોપી વિક્રમ શેટે દ્વારા સંચાલિત 'વિઘ્નહર્તા ફર્મ્સ' ના બોગસ કરંટ એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલે પુણે ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ખાતાઓ તપાસતા દેશભરમાં કુલ 7 ગુનાઓ હેઠળ 468,27,429 ના આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે. સો.મીડિયા પ્લેટફોર્મથી ઊંચા નફાની લાલચ આપી લોકોને ફસાવતા આ ગેંગ સત્તાવાર વ્યવસાયો જેવા દેખાતા નામોનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતતી હતી. આરોપીઓ દ્વારા 'વિઘ્નહર્તા ફર્મ્સ'ના નામે જુદી-જુદી બેંકોમાં બોગસ કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા. આ કૌભાંડની મુખ્ય પેટર્ન એ હતી કે, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટેલિગ્રામ અને વોટ્સએપ પર લોકોને "ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ" માં ટૂંકા સમયમાં ઊંચો નફો મેળવવાની લાલચ આપતા હતા. ભોગ બનનાર વ્યક્તિને VIP ગ્રુપોમાં એડ કરી, બનાવટી વેબસાઇટની લિંક મોકલી લોગઇન આઈડી બનાવડાવવામાં આવતી હતી અને ત્યારબાદ રોકાણના નામે વાસ્તવિક નાણાં સીધા આ 'વિઘ્નહર્તા ફર્મ્સ' જેવી બોગસ પેઢીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાતી ચોક્કસ પેટર્ન આચરાતી હતી. સુરતના રોકાણકારના 14,60,000 માંથી 9,50,000 સીધા વિઘ્નહર્તાના એકાઉન્ટમાં ગયા આ ચકચારી કેસની વિગત એવી છે કે સુરતના એક ફરિયાદી આ આંતરરાજ્ય સાયબર માફિયાઓની જાળમાં ફસાયા હતા. તેમને વધુ વળતરની લાલચ આપીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 14,60,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. સુરત પોલીસના ડીસીપી બિશાખા જૈનએ મીડિયા સમક્ષ આ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીએ ગુમાવેલા 14,60,000 રૂપિયામાંથી સાડા નવ લાખ રૂપિયા (9,50,000 રૂપિયા) સીધા ઇન્ડસઇન્ડ બેંકમાં ચાલી રહેલા 'વિઘ્નહર્તા ફર્મ્સ' ના ખાતામાં જમા થયા હતા. રોકાણકારને જ્યારે નફો પરત ન મળ્યો અને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેલના આધારે તપાસ શરૂ કરી, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ આ વિઘ્નહર્તા પેઢીનું એકાઉન્ટ જ નીકળ્યું હતું. પુણેથી ઓપરેશન પાર પાડી 'વિઘ્નહર્તા' નો માસ્ટરમાઇન્ડ વિક્રમ શેટે ઝડપાયો સુરત સાયબર ક્રાઇમની ટીમે બેંક ખાતાના લોકેશન અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને ટ્રેક કરીને મહારાષ્ટ્રના પુણે ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા અને 'વિઘ્નહર્તા ફર્મ્સ' ના નામે બેંકિંગ નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી વિક્રમ સુરેશ શેટે (ઉંમર વર્ષ 36, ધંધો-ડ્રાઇવિંગ, રહેઠાણ-ભુજબળ નગર, શિકરાપૂર, પુણે, મૂળ રહે-સોલાપુર) ની ધરપકડ કરી છે. તેની સાથે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક એકાઉન્ટ હોલ્ડર સુનિલ કિશન શિંદે (ઉંમર વર્ષ 40, ધંધો-મજૂરી, રહેઠાણ-લોની કલભોર, પુણે, મૂળ રહે-અહેમદનગર) ની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો પુણેમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. કમિશન પર બોગસ એકાઉન્ટ વેચવાનો કાળો કારોબાર પોલીસ પૂછપરછમાં વિઘ્નહર્તા ફર્મ્સ પાછળનું મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. પકડાયેલો આરોપી વિક્રમ શેટે કોઈ વાસ્તવિક બિઝનેસ કરતો ન હતો, પરંતુ તે એક રીઢો એટલે કે 'હેબિચ્યુઅલ ખાતા આપવા વાળો' માણસ છે. તે કમિશન મેળવવાની લાલચે અજ્ઞાન લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરીને અથવા કાગળ પર નકલી પેઢીઓ ઊભી કરીને જુદી-જુદી બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતો હતો. એકવાર ખાતું ખૂલી ગયા બાદ, તે આ આખી 'બેંકિંગ કીટ' (ચેકબુક, એટીએમ કાર્ડ, ઓનલાઇન પાસવર્ડ) સાયબર ફ્રોડ આચરતા અને નાસતા ફરતા મુખ્ય માસ્ટરમાઇન્ડ્સને ગુનાહિત હેતુ માટે વેચી દેતો હતો, જેનો ઉપયોગ સુરતના રોકાણકારને લૂંટવા માટે થયો હતો. વિઘ્નહર્તાના નેટવર્કથી દેશભરમાં 468,27,429 નો ચૂનો લાગ્યો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા જ્યારે પકડાયેલા આરોપીઓ અને 'વિઘ્નહર્તા ફર્મ્સ' ના બેંક ખાતાઓની વિગતો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચેક કરવામાં આવી, ત્યારે આ કેસ રાષ્ટ્રીય સ્તરનો નીકળ્યો હતો. આ બોગસ ખાતાઓ સાથે ભારતના અલગ-અલગ રાજ્યોમાં કુલ 7 જેટલી મોટી સાયબર છેતરપિંડીની ફરિયાદો લિંક થયેલી મળી આવી છે. આ વિઘ્નહર્તા ફર્મ્સ અને તેની સાથે જોડાયેલા મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં દેશભરના નિર્દોષ લોકો પાસેથી કુલ 468,27,429 (અંદાજે 4.68 કરોડથી વધુ) રૂપિયાનું પ્રચંડ નાણાકીય ફ્રોડ આચરવામાં આવ્યું હોવાની હકીકત રેકોર્ડ પર આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગરમી નો પ્રકોપ યથાવત:સતત ચોથા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર, સમી સાંજ સુધી 34 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ
    Next Article
    કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ:કંટ્રોલ રૂમ થકી વીજ પૂરવઠો, રોડ અને આરોગ્ય સહિત સુવિધાઓ પર ચર્ચા; પ્રભારી મંત્રી ડૉ. વાજા ઓનલાઈન જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment