Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગો માટે મનપામાં નોકરીની સુવર્ણ તક:મહાનગરપાલિકામાં જુદી-જુદી 41 જગ્યાઓ માટે 23 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે, મેડિકલ ઓફિસરથી લઈ પર્યાવરણ એન્જિ. સહિતની પોસ્ટ

    10 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકાની સફળ કામગીરીને અનુસરીને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના હેતુથી એક વિશેષ ભરતી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મેડિકલ ઓફિસરથી લઈને મદદનીશ પર્યાવરણ એન્જિનિયર સુધીના વિવિધ સંવર્ગોમાં કુલ 41 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો આગામી તા. 23 માર્ચ સુધીમાં ઓનલાઇન માધ્યમથી પોતાની અરજીઓ રજૂ કરી શકશે. વહીવટી તંત્રના આ નિર્ણયથી દિવ્યાંગોને સ્વનિર્ભર બનવાની અને સરકારી તંત્રમાં સેવા આપવાની ઉમદા તક મળશે. એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 9 જગ્યાઓ અનામત રાખવામાં આવી આ ખાસ ભરતી ઝુંબેશમાં દિવ્યાંગતાના વિવિધ પ્રકારોને ધ્યાને રાખીને જગ્યાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે 4 શ્રેણીઓનો સમાવેશ થાય છે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, બધિર અને ઓછું સાંભળનાર, હલનચલનની દિવ્યાંગતા (જેમાં મગજનો લકવો, રક્તપિત્ત મુક્ત વ્યક્તિઓ, વામનતા, એસિડ એટેક ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ સામેલ છે) તેમજ એક કરતા વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો. કુલ 41 જગ્યાઓમાંથી અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે 14 જગ્યાઓ, બધિર અને ઓછું સાંભળનારા માટે 15 જગ્યાઓ, હલનચલનની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે 3 જગ્યાઓ અને એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 9 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. મનપાની વિવિધ શાખાઓમાં ખાલી રહેલી જગ્યાઓની વિગતવાર માહિતી મુજબ મેડિકલ ઓફિસરની 1 જગ્યા માટે હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આસિસ્ટન્ટ લાયબ્રેરીયનની 1 જગ્યા અંધત્વ કે ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે છે. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર (પુરુષ અને સ્ત્રી) ની 1-1 જગ્યા માટે બધિર અથવા ઓછું સાંભળનાર વ્યક્તિઓ પાત્ર રહેશે. આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ)ની 3 જગ્યાઓ પર અંધત્વ, ઓછી દ્રષ્ટિ અથવા હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ટેક્નિકલ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ (મિકેનિકલ) ની 1 જગ્યા અંધત્વ માટે અને વર્ક આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)ની 2 જગ્યાઓ બધિર અને હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. વિવિધ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને તક અપાશે આરોગ્ય અને વહીવટી વિભાગમાં પણ મોટા પાયે ભરતી થનાર છે અને સેનેટરી ઇન્સ્પેક્ટરની 4 જગ્યાઓ માટે અંધત્વ, બધિર અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સૌથી વધુ જુનિયર ક્લાર્કની 12 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં અંધત્વ માટે 4, બધિર માટે 3 અને બહુવિધ દિવ્યાંગતા માટે 5 જગ્યાઓ રાખવામાં આવી છે. ફિલ્ડ વર્કરની 4 જગ્યાઓમાં અંધત્વ માટે 1, બધિર માટે 2 અને બહુવિધ દિવ્યાંગતા માટે 1 જગ્યા અનામત છે. લાઇનમેનની 2 જગ્યા અને એન્ક્રોન્ચમેન્ટ રિમુવલ ઇન્સ્પેક્ટરની 2 જગ્યાઓ પર પણ વિવિધ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને તક અપાશે. આ ઉપરાંત, જુનિયર ફાર્માસિસ્ટની 1 જગ્યા (બધિર), ઝુ બાયોલોજીસ્ટ કમ ક્યુરેટરની 1 જગ્યા (અંધત્વ), એકાઉન્ટ ક્લાર્ક, જુનિયર પ્રોગ્રામર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 1-1 જગ્યા (અંધત્વ/ઓછી દ્રષ્ટિ) માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. વેટરનરી આસિસ્ટન્ટ અને મદદનીશ પર્યાવરણ ઇજનેરની 1-1 જગ્યા બધિર અને ઓછું સાંભળતા ઉમેદવારો માટે સુરક્ષિત રાખવામાં આવી છે. દિવ્યાંગ ભાઈ-બહેનોને યોગ્ય ન્યાય અને રોજગાર મળી રહે તે માટે આ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    દુઃખી સંતને ગુરુની શીખ:આત્મવિશ્વાસ વિના આપણે કોઈપણ સમસ્યાનો સામનો કરી શકતા નથી, પોતાના પર ભરોસો રાખવાથી મુશ્કેલીઓ સરળ લાગવા માંડે છે
    Next Article
    પાણીપુરીના ભૈયાજી ‘ભાઈગીરી’ પર ઉતર્યા, VIDEO:અશ્વિનીકુમાર રોડ પર લારી ઉભી રાખવા બાબતે એક બીજા પર તૂટી પડ્યા, લાકડાના ફટકા ઉછળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment