Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનો પારો 41થી નીચો જતાં આજથી રાજ્યમાં ગરમી ઘટશે:પવનની દિશા બદલાતા 2-3 ડિગ્રી તાપમાન ગગડ્યું છતાં રાજકોટ સહિત 4 જિલ્લામાં હીટવેવનું યેલો એલર્ટ

    9 hours ago

    રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી હતી, જેમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જોકે, ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા આંશિક રાહત તો મળી છે, પરંતુ હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા શહેરોમાં હીટવેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. હિમચાલ પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા ડામર પીગળતી ગરમીમાંથી લોકોને થોડી મુક્તિ મળી છે, છતાં બપોરના સમયે હજુ પણ લૂનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં આજે પણ હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં થોડોક ઘટાડો નોંધાયો છે. રાજકોટ સહિત આ ચાર શહેરોમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતાં સમગ્ર રાજ્યમાં ડામર પીગળી જવાની ઘટનાઓ પણ બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ગરમીને કારણે લોકો બેભાન થયેલા જોવા મળ્યા હતા. ત્યારે હવે રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આંશિક રીતે ગરમીમાંથી રાહત મળી છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Why passage of ships via Strait of Hormuz has come to a halt, despite insurance availability
    Next Article
    પાલડીમાં પેસેન્જર લેવા ઊભેલી બસ ભડકે બળી, VIDEO:રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો ખાક, કંડક્ટરે પેસેન્જર્સને સમયસર નીચે ઊતારી દેતા જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment