Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો યથાવત્:ભારતીય મહિલા ટીમે યુગાન્ડાને 41-18થી અને પુરુષ ટીમે મલેશિયાને 37-23થી હરાવ્યું; બંને ટીમોની સતત ત્રીજી જીત

    7 hours ago

    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને જીતની હેટ્રિક નોંધાવી હતી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી મેચોમાં ભારતીય મહિલા ટીમે યુગાન્ડાને 41-18થી જ્યારે પુરુષ ટીમે મલેશિયાને 37-23થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે બંને ભારતીય ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાનો અજેય સિલસિલો જાળવી રાખ્યો છે. મહિલા ટીમની યુગાન્ડા સામે શાનદાર જીત ભારતીય મહિલા ટીમ અને યુગાન્ડા વચ્ચે રમાયેલી મેચની શરૂઆતમાં જ યુગાન્ડાએ ભારતીય કેપ્ટન નિધિ શર્માને ટેકલ કરીને પ્રથમ પોઈન્ટ મેળવ્યો હતો. જોકે, ભારતીય રેડર્સ અને ડિફેન્ડર્સે જલદી જ રમત પર પકડ જમાવી હતી. ભારતીય ટીમે આક્રમક રેડિંગ અને મજબૂત રક્ષણના જોરે પ્રથમ 10 મિનિટમાં જ યુગાન્ડાને ઓલઆઉટ કરીને મોટી લીડ મેળવી લીધી હતી. ભારતે હાફ ટાઈમ સુધી 22-9ની સરસાઈ મેળવી હતી. પ્રથમ હાફમાં નિધિ શર્માએ નવ રેડમાંથી સાત રેડ પોઈન્ટ મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુગાન્ડાની બીટ્રિસ નમાતાકાએ સુપર રેડ દ્વારા વાપસીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમની મજબૂત રમત સામે યુગાન્ડાની ટીમ ટકી શકી નહોતી. ભારતે અંતે 41-18થી જીત મેળવી હતી. નિધિ શર્માએ નવ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે સાક્ષીએ આઠ અને અનુ સેને સાત પોઈન્ટ નોંધાવ્યા હતા. યુગાન્ડા તરફથી બીટ્રિસ નમાતાકાએ સાત પોઈન્ટ મેળવ્યા હતા. ભારતની મહિલા ટીમની આ સતત ત્રીજી જીત હતી, જ્યારે યુગાન્ડાને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. પુરુષ ટીમે મલેશિયાને 37-23થી હરાવ્યું ભારતીય પુરુષ ટીમે પણ મલેશિયા સામે દમદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. નીરજ નરવાલે સુપર રેડ સાથે ભારતને શરૂઆતમાં જ લય અપાવી હતી. ભારતીય ટીમના આક્રમણ અને મજબૂત ડિફેન્સ સામે મલેશિયાની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. પ્રથમ પાંચ મિનિટમાં જ મલેશિયાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભરત હુડ્ડાએ સતત મલ્ટી-રેડ પોઈન્ટ મેળવીને મલેશિયાના ડિફેન્સ પર દબાણ વધાર્યું હતું. ભારતે પ્રથમ હાફનો અંત 27-11ની મજબૂત સરસાઈ સાથે કર્યો હતો. બીજા હાફમાં મલેશિયાએ રમત સુધારવાનો પ્રયાસ કર્યો હતો અને આઠ મિનિટના ગાળામાં ભારતને માત્ર બે પોઈન્ટ મેળવવા દીધા હતા. જોકે, નિર્ણાયક ક્ષણોમાં નીરજ નરવાલે શાનદાર રમત બતાવીને વધુ એક સુપર રેડ કરી હતી અને મલેશિયાની વાપસીની આશાઓને ફટકો આપ્યો હતો. નરવાલે 13 પોઈન્ટ સાથે ભારત તરફથી સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે ભરત હુડ્ડાએ છ પોઈન્ટ મેળવ્યા હતા. ભારતે અંતે 37-23થી જીત મેળવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશની મહિલા ટીમનો સ્કોટલેન્ડ સામે એકતરફી વિજય દિવસની શરૂઆતમાં બાંગ્લાદેશની મહિલા ટીમે સ્કોટલેન્ડને 75-15ના વિશાળ અંતરથી હરાવ્યું હતું. બાંગ્લાદેશની ટીમે શરૂઆતથી જ મેચ પર વર્ચસ્વ જમાવ્યું હતું અને સ્કોટલેન્ડની ટીમના અનુભવના અભાવનો પૂરો લાભ લીધો હતો. બાંગ્લાદેશ તરફથી બ્રિષ્ટી બિસ્વાસે અસાધારણ પ્રદર્શન કરતાં કુલ 23 પોઈન્ટ મેળવ્યા હતા. તેમાં 19 ટચ પોઈન્ટનો સમાવેશ થતો હતો. કેન્યા સામેની પ્રથમ મેચમાં હાર્યા બાદ બાંગ્લાદેશની મહિલા ટીમે આ જીત સાથે શાનદાર વાપસી કરી હતી. કેન્યા અને બાંગ્લાદેશના પુરુષો વચ્ચે રસાકસી ત્રીજા દિવસની અંતિમ મેચમાં કેન્યા અને બાંગ્લાદેશની પુરુષ ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. પ્રથમ હાફમાં કેન્યાની ટીમે સારું પ્રદર્શન કરીને 17-11થી સરસાઈ મેળવી હતી. સોમવારે ભારતની બંને ટીમો નાઈજીરિયા સામે રમશે ભારતીય પુરુષ અને મહિલા ટીમો હવે સોમવારે ફરી મેદાનમાં ઉતરશે. ભારતીય મહિલા ટીમ સાંજે 6:45 વાગ્યે (IST) નાઈજીરિયાની મહિલા ટીમ સામે રમશે, જ્યારે ભારતીય પુરુષ ટીમ રાત્રે 8 વાગ્યે (IST) નાઈજીરિયાની પુરુષ ટીમ સામે ટકરાશે. આ બંને મુકાબલાનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર કરવામાં આવશે. સતત ત્રણ જીત બાદ ભારતીય ટીમો આગામી મેચમાં પણ પોતાનો વિજયરથ આગળ ધપાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    In Goa, real estate land grab threatens protected eco-sensitive slopes
    Next Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:72,900 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઈન્ટ નીચે; ઓટો અને IT શેરોમાં વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment