Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગળીની આડમાં 406 કિલો ગાંજો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવ્યા:2 કરોડથી વધુના ગાંજા સાથે બે ઝડપાયા, મેટ્રોએ રિમાન્ડ નકાર્યા ને સેશન્સ કોર્ટે આપ્યા

    1 day ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના બે આરોપીઓ દિપક જાટ અને સતિષ પાવરાની NDPS કેસમાં ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે મેટ્રો કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સેશન્સ કોર્ટે એડવોકેટ દિલીપસિંહ.એમ.ઠાકોરની રજૂઆતોને ધ્યાને લઈને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ડુંગળીની આડમાં 406 કિલો ગાંજા સાથે બે ઝડપાયા કેસને વિગતે જોતા બંને આરોપીઓને પિકઅપ વાનમાં ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે ડુંગળીની આડમાં 406 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે. આ ગાંજો તેમને મધ્યપ્રદેશના એક ગામમાંથી શાંતારામ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો. આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા? આરોપીના રિમાન્ડની માંગ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા? આ ગાંજાનું કોણે ઉત્પાદન કર્યું છે? અમદાવાદમાં ગાંજો કોણે મંગાવ્યો હતો? અગાઉ તેઓ આવી કોઈ ડીલેવરી આપવા અમદાવાદમાં આવ્યા હતા કે કેમ? રસ્તામાં તેમને બીજા કોઈએ ગાંજો આપ્યો છે કે કેમ? CCTV ફૂટેજ અને આરોપીઓની કોલ ડીટેલ તપાસવાની છે. 7 દિવસના રિમાન્ડની માંગ ને 2 દિવસના મંજૂર આરોપીઓએ બીજો ગાંજો ક્યાંક સંતાડ્યો છે કે કેમ ? આરોપીઓને અન્ય કયા સહ આરોપીએ મદદ કરી છે. આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ જાણવાનો છે. આ કોમર્શિયલ માત્રાનો ગાંજો છે. ત્યારે આ ગુનામાં કોઈ ક્રાઈમ સિન્ડિકેટ સંકળાયેલી છે કે કેમ ? કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓનો 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બ્લાસ્ટ બાદ આગથી અફરાતફરી:કાળઝાળ ગરમી વચ્ચે મહિધરપુરાની આંગડિયા પેઢીમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ, આગમાં બધું બળીને ખાખ પણ લાખોની રોકડનો આબાદ બચાવ
    Next Article
    પાટણમાં રાવળદેવ સમાજના પ્રથમ શૈક્ષણિક સંકુલનો શિલાન્યાસ:બાબાભાઈ ભરવાડે ₹1 કરોડનું દાન આપ્યું, ઉત્તર ગુજરાતનું પ્રથમ સંકુલ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment