Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં મજૂરી મુદ્દે હુમલો, વિદ્યાર્થીને માર માર્યો:ગોધરામાં શ્રમિક પર લાકડીઓથી હુમલો, સ્કૂલમાં વિદ્યાર્થીને લાફા ઝીક્યા; મહિલાના ખાતામાંથી ₹1 લાખની છેતરપિંડી

    15 hours ago

    પંચમહાલ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં મજૂરીના પૈસા માંગવા ગયેલા શ્રમિક પર હુમલો, એક વિદ્યાર્થીને શિક્ષકે માર અને એક મહિલાના ખાતામાંથી ₹1 લાખની છેતરપિંડી થઈ. પોલીસે આ મામલે કેસ નોંધ્યા છે. ગોધરા તાલુકાના છાવડ ગામમાં બાકી મજૂરીના પૈસા માંગવા ગયેલા એક શ્રમિક પર પાંચ લોકોએ લાકડીઓથી હુમલો કર્યો. ગોધરા તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટના ગોધરાના જાફરાબાદ વિસ્તારની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેક્નો સ્કૂલની છે. ડાન્સ ક્લાસ દરમિયાન ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષકે લાફા માર્યાનો આક્ષેપ છે. પરિવારની ફરિયાદ બાદ ગોધરા શહેર ‘A’ ડિવિઝન પોલીસે શિક્ષક વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ કેસ નોંધ્યો છે. ત્રીજી ઘટના મોરવા હડફના કુવાઝર ગામની છે. એક મહિલાના બેંક ખાતામાંથી માત્ર 4 મિનિટમાં કુલ ₹1 લાખ ઉપડી ગયા. મહિલાએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કર્યા પછી મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય ભરત પટેલે આંગણવાડીના બાળકોની મુલાકાત લીધી:ગુંદલાવ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાલચાલ પૂછ્યા અને વિકાસનો સંકલ્પ કર્યો
    Next Article
    Box Office: The Vvaan Inches Closer To Rs 40 Crore In India After First Monday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment