Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    403ના રનચેઝમાં અફઘાન ટીમે પહેલી વિકેટ ગુમાવી:બરારે ગત મેચના સેન્ચુરિયન ગુરબાઝને આઉટ કર્યો; ડેબ્યૂટન્ટ પ્રિન્સે નો-બોલ પર વિકેટ લીધી હતી

    1 day ago

    ભારતે બીજી વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 403 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં અફઘાનિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં 62/1 છે. ટીમ તરફથી ઈબ્રાહીમ ઝદરાન અને સેદીકુલ્લાહ અટલ ક્રિઝ પર છે. ગુરનૂર બરારે રહેમાનુલ્લાહ ગુરબાઝ (41 રન)ને આઉટ કર્યો. અગાઉ, લખનઉના એકાના સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન શુભમન ગિલે 154 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 125 રનની ઇનિંગ રમી હતી. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 87 રન જોડીને ઇનિંગ્સને સંભાળી હતી. રોહિત 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ગિલ અને ઈશાને ત્રીજી વિકેટ માટે 224 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલે 16 મહિના પછી વન-ડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી નાંગેલિયા ખરોટેએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રાશિદ ખાનને 3 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી, રાશીદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી પર દંડ લાગશે:મેચ રેફરીએ ફીના 50% કાપવાની ભલામણ કરી, તિલક-ડિકવેલા અને હલામબાગે પર પણ કાર્યવાહી થશે
    Next Article
    ISI સાથે સંકળાયેલા આતંકવાદી મોડ્યુલના વધુ 5 આરોપીઓની ધરપકડ:પાકિસ્તાનના ISI હેન્ડલર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલું હતું નેટવર્ક, અત્યાર સુધીમાં 12ની ધરપકડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment