Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિંગલેશ્વર કાંઠે સુનામીની મોકડ્રિલમાં સ્થળાંતર કરાયું:401 ગ્રામજનો સહિત 1,369 લોકો અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

    7 hours ago

    કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કુદરતી આપત્તિ સામે આગોતરી સજ્જતા અને લોકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અબડાસા તાલુકાના પિંગલેશ્વર (રાપરગઢ) દરિયાકાંઠે સુનામી અંગેની વિશેષ મોકડ્રિલ યોજવામાં આવી હતી. UNESCOના Tsunami Ready Recognition Programme (TRRP) અંતર્ગત સુનામી સંભવિત વિસ્તાર તરીકે ઓળખાયેલા આ દરિયાકાંઠે યોજાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત સુનામીની ચેતવણી મળે ત્યારે સ્થાનિક લોકો, વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગો કેટલી ઝડપથી અને અસરકારક રીતે કામગીરી કરી શકે છે તેની ચકાસણી કરવાનો હતો. આ સમગ્ર આયોજન માટે અબડાસાના પ્રાંત અધિકારીને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સહનોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા હતા. મોકડ્રિલ પહેલાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજીને આપત્તિ દરમિયાન કરવાની કામગીરી, સંકલન, ચેતવણી પહોંચાડવાની વ્યવસ્થા અને સ્થળાંતરની પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. મોકડ્રિલ દરમિયાન ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગાંધીનગર દ્વારા ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) અને ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર (ITEWC) મારફતે પ્રાપ્ત થતી સંભવિત સુનામીની માહિતીના આધારે બુલેટિન મોકલીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ભુજ તરફથી મળતા સંદેશાઓના આધારે તબક્કાવાર એલર્ટ જાહેર કરીને સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સંભવિત જોખમની જાણ સ્થાનિક લોકોને મંદિર અને મસ્જિદમાં લગાવેલા લાઉડસ્પીકર મારફતે કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકો, સગર્ભા મહિલાઓ, માછીમારો, પશુઓ અને ગ્રામજનોને પ્રાથમિકતા સાથે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કવાયત દરમિયાન આંગણવાડીના ૨૫ બાળકો, પ્રાથમિક શાળાના ૪૯ બાળકો, ૪૦૧ ગ્રામજનો, ત્રણ સગર્ભા મહિલાઓ, ૮૮૮ પશુઓ અને ત્રણ માછીમારો મળી કુલ ૧,૩૬૯ વ્યક્તિઓ તથા પશુઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તમામને જૈન સમાજવાડી અને રાપરગઢ ગ્રામ પંચાયત ખાતે નિર્ધારિત સેફ શેલ્ટર હોમમાં પહોંચાડવામાં આવ્યા હતા. મોકડ્રિલ પૂર્ણ થયા બાદ યોજાયેલી ડી-બ્રીફિંગ બેઠકમાં નિરીક્ષકો અને સંબંધિત અધિકારીઓએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. આપત્તિ સમયે લેવાયેલા નિર્ણયો, ચેતવણી વ્યવસ્થા, સ્થળાંતરની ઝડપ અને વિભાગો વચ્ચેના સંકલન અંગે ચર્ચા કરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ મોકડ્રિલ દ્વારા પિંગલેશ્વર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી જેવી ગંભીર કુદરતી આપત્તિ સામે સજ્જતા વધારવા અને જાનમાલનું નુકસાન અટકાવવા માટેની તૈયારીઓને વ્યવહારુ કસોટી મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલમાં PMની ખુરશી માટે ખેંચતાણ:અરબ પક્ષોના સમર્થન મુદ્દે મામલો અટવાયો; રાષ્ટ્રપતિ કહ્યું- સરકાર બનાવવી હોય તો શરતો છોડો
    Next Article
    Oppo to Launch a Phone With Massive 12,000mAh Battery: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment