Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો:જન્મ દાખલો કાઢવા રૂ. 4,000ની લાંચ સ્વીકારતા ACBએ રંગેહાથ પકડ્યો

    1 week ago

    અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવી બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લાંચની રકમ પણ કબજે કરવામાં આવી છે. આરોપી નનુ મામૈયા ગમારા (ઉ.વ. 54) બાબરા નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ સબ-રજિસ્ટ્રાર (જન્મ-મરણ નોંધણી) તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદીના મિત્રની દીકરીનો જન્મનો દાખલો કાઢી આપવા માટે રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ. 4,000માં સોદો નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમરેલી ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન, બાબરા બાયપાસ નજીક આવેલી ઠાકરઘણી હોટલ ખાતે આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 4,000ની લાંચની માંગણી કરી સ્વીકારી હતી. તે સમયે ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લાંચ તરીકે સ્વીકારેલી રૂ. 4,000ની રકમ પણ કબજે કરવામાં આવી હતી. આ ટ્રેપની કાર્યવાહી અમરેલી ACB પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ટી.એસ. રિઝવી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ACBએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદલોડિયામાં AMCનું બુલડોઝર ફર્યું:મહાદેવનગરથી શક્તિ વિદ્યાલય સુધીનો 12 મીટરના રોડને પહોળો કરવા મકાનોનું ડિમોલિશન, આશરો છીનવાતા મહિલા-બાળકો રડી પડ્યા
    Next Article
    ડિમોલીશન સમયે હાજર હોવાની ના પાડનારા અધિકારીનો વીડિયો જાહેર:અસલમ સાયકલવાળાએ કહ્યું- 'મેં કમિશનરને 50 વીડિયો આપ્યા', સવાલ કરતા જ અધિકારી ભાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment