Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસ સી-ફેસ ખાતે શ્રમદાન કાર્યક્રમ:મનપા કમિશનર અને પૂર્વ મેયર સહિત 4000થી વધુ શહેરીજનોએ સફાઈ હાથ ધરી ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો, 212 કિલો કચરાનો નિકાલ કરાયો

    19 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા આજે રવિવારે સવારે શહેરના નવનિર્મિત અને લોકપ્રિય પર્યટન સ્થળ ડુમસ સી-ફેસ ખાતે એક વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ લોકાર્પણ થયેલ આ સ્થળ સુરતવાસીઓ અને આસપાસના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ખાસ કરીને વીકેન્ડમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જ્યાં આજે અનેક લોકોએ ભેગા મળીને આપ સફાઈ હાથ ધરી હતી. મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો શહેરની જાણીતી NGO જેવી કે 'ઇનોવેટીવ ફોર ઇન્ડિયા' અને 'ક્લીનઅપ સુરત' ના સ્વયંસેવકો, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને 4000થી વધુ જાગૃત શહેરીજનોએ આ શ્રમદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કમિશનર એમ નાગરાજન અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ખુદ કચરો ઉપાડ્યો હતો અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી અનેક લોકોએ આ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો અને ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો હતો. ક્રિએટર્સના માધ્યમથી લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ આપવા માટેનો પ્રયત્ન કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, સુરત ડુમસ સી-ફેસ ખાતે આજે ક્રિએટર્સના માધ્યમથી લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ આપવા માટેનો એક પ્રયત્ન કર્યો છે. સાથે શ્રમદાનનું આયોજન કર્યું છે. જે ક્રિએટર ઇકોનોમી છે એની અંદર લોકોના ઘર સુધી પહોંચવા માટેનું જે પ્લેટફોર્મ ડિજિટલ માધ્યમથી ઊભું થયું છે. આ માધ્યમને અપનાવીને સ્વચ્છતાનો સંદેશ આપીને ઘરે-ઘરેમાં સૂકો કચરો અને ભીના કચરાને અલગ કરવાનો મુહિમ દરેક ભાઈ-ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો પણ હાથ ધરે અને કચરાને અલગ કરવાથી એનું પર્યાવરણનું જતન થાય અને આર્થિક રીતે પણ આપણને ફાયદો થઈ શકે અને રિસાયકલ-રિડ્યુસ બાબતમાં પણ ઉપયોગી થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત જ્યારે વિશ્વ કક્ષાએ નામના મેળવી રહ્યું છે ત્યારે સ્વચ્છતામાં પણ આપણું જે કામ છે એ વિશ્વ કક્ષાનું હોય, અભિગમ મોટો હોય અને બેસ્ટ હોય એના માટેનો આ પ્રયત્ન છે. એમાં ક્રિએટર્સનો રોલ ખૂબ અગત્યનો છે અને એમને આજે સાથે રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 212 કિલો કચરાનો નિકાલ શ્રમદાન દરમિયાન ઉપસ્થિત લોકોએ સાથે મળીને ડુમસ સી-ફેસ પરથી અંદાજે 212 કિલો જેટલો કચરો એકત્રિત કર્યો હતો. જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિકની બોટલો, પાન-મસાલાના રેપર્સ, કાગળ અને પ્લાસ્ટિકની થેલીઓનો સમાવેશ થતો હતો. ગંદકી ના ફેલાવવા અને હંમેશા ડસ્ટબીનનો ઉપયોગ કરવા તાકીદ કમિશનર એમ. નાગરાજને શહેરીજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાને આપણા સ્વભાવમાં લાવવી જરૂરી છે. તેમણે કચરાના વર્ગીકરણ સુકો અને ભીનો કચરો અલગ રાખવા પર ભાર મૂક્યો હતો અને સુરત શહેરનું નામ વિશ્વ સ્તરે સ્વચ્છતામાં રોશન થાય તે માટે ઉચ્ચ સ્તરની જાળવણી કરવા અપીલ કરી હતી. પર્યટન સ્થળો પર ગંદકી ન ફેલાવવા અને હંમેશા ડસ્ટબીનનો ઉપયોગ કરવા પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ વખતના અભિયાનમાં સોશિયલ મીડિયા ક્રિએટર્સની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ઉપસ્થિત ક્રિએટર્સને તેમની ક્રિએટિવિટી દ્વારા સ્વચ્છતા વિષયક રીલ્સ બનાવી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા પૂર્વ મેયરનું આહવાન પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા રાખવી એ માત્ર સફાઈ કર્મચારીઓની જ નહીં, પણ સમગ્ર સુરતના નાગરિકોની સામુહિક જવાબદારી છે. તેમણે ડુમસ સી-ફેસને 'લીટર ફ્રી ઝોન' કચરા મુક્ત વિસ્તાર બનાવવા માટે સહકાર માંગ્યો હતો. આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં પણ સુરત શહેર પ્રથમ ક્રમાંક જાળવી રાખે તે માટે તેમણે તમામ શહેરીજનોને કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, પૂર્વ દંડક ધર્મેશ વાણીયાવાલા સહિત પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રના અધિકારીઓ જેવા કે ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટર, ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રી અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2'ની કમાણીમાં પાકિસ્તાનીઓએ હિસ્સો માંગ્યો:કહ્યું- ₹500 કરોડ લ્યારીવાળાઓને આપી દો, પૈસાથી વિસ્તારના રસ્તા બનશે
    Next Article
    ગોધરા-વડોદરા હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત:વણાકપૂર પાસે કાર-બાઇક અકસ્માતમાં એક ગંભીર ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment