Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરદ પૂર્ણિમાએ મનપાનો ભવ્ય ગરબા મહોત્સવ:રાજકોટનું કંકણ ગ્રુપ અને અમરેલીનું જેસિંગપરા રાસ મંડળ સહિતના ગરબાની રમઝટ બોલાવશે, 4,000 લોકો દૂધપૌવાની જ્યાફત માણશે

    15 hours ago

    રાજકોટ મનપા દ્વારા આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શહેરની સુપ્રસિદ્ધ ગરબા સંસ્થા કંકણ ગ્રુપ, અમરેલીના જેસિંગપરા રાસમંડળ અને કારડિયા રાજપૂત સમાજના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. અગાઉ 15 ઓગસ્ટે ધ્વજવંદન સાથે ગાંઠિયા-જલેબી અને જન્માષ્ટમી પર્વે મટકી ફોડ કાર્યક્રમ સાથે ફરાળી પેટીસ આપવામાં આવી હતી, તેવી જ રીતે આ ગરબા મહોત્સવમાં આવનારા લોકોને પણ દૂધપૌવાની જ્યાફતનો લાભ મળશે. આ કાર્યક્રમમાં અંદાજે 4,000 કરતા વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં યોજાનાર આ મહોત્સવ માટે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રિઝર્વ રાખવા આદેશ કરી દેવાયો છે. કાર્યક્રમમાં ભાગ લેનાર કંકણ સંસ્થાના 100 કલાકારોને રૂ. 1,51,000, જેસિંગપરા રાસ મંડળ અમરેલીના 25 કલાકારોને રૂ. 60,000 તથા રાજકોટ કારડિયા રાજપૂત સમાજ રાસ મંડળના 25 કલાકારોને રૂ. 25,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લોકો ગરબા મહોત્સવને મનભરીને માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા સહિતના સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અંદાજે 4000 વ્યક્તિઓ ઉમટી પડે તેવી સંભાવના છે અને આ તમામ માટે દૂધપૌવાનો પ્રસાદ આપવામાં આવશે. બહારગામથી આવતી ટીમ માટે 25 વ્યક્તિઓની ભોજન વ્યવસ્થા અને પાણી, ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓને દૂધપૌવાનો પ્રસાદ અપાશે. આ માટે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર કરવાનું તથા લાઈટ, સાઉન્ડ, મંડપ, બેનર્સ, ફોટોગ્રાફી, આમંત્રણ પત્રિકાઓ વગેરે માટે આર.સી. (રેઈટ કોન્ટ્રાક્ટ) મુજબનો ખર્ચ કરવા આદેશ આપી દેવાયા છે. જોકે દૂધપૌવા જેવી આઇટમ માટે મનપામાં આર.સી. અમલી નથી, આથી તેના માટે શોર્ટ ટર્મ સરક્યુલર ટેન્ડર પ્રક્રિયાથી ભાવ મંગાવવામાં આવશે. તે મુજબ ખર્ચ કરવા તથા હાલમાં રાજકોટ મહાપાલિકા એલ.ઈ.ડી. સ્ક્રીન (ચોરસ ફૂટ) માટેના અમલી આર.સી.ના ભાવ વધુ હોય, એલ.ઈ.ડી. સ્ક્રીન (ચોરસ ફૂટ)ના કામે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભાવ મંગાવવામાં આવશે. બે ભાવમાંથી જે ભાવ ઓછા હોય તે ભાવથી એલઈડી સ્ક્રીનની કામગીરી કરવા તેમજ આનુષંગિક કામો માટે થનાર તમામ જરૂરી ખર્ચ મંજૂર કરવા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા તરફથી પ્રદિપ ડવના ટેકાથી દરખાસ્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રતનાલમાં ત્રિકમભાઈ છાંગાએ પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું:પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે બન્યું, 1 હેક્ટરથી વધુમાં વૃક્ષારોપણ
    Next Article
    Case Against 3 Telemarketing Firms Over Misusing SMS Identities Of Companies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment