Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હિમાલયન ઓડિસી' પુસ્તકનું 23 ઓગસ્ટે વિમોચન થશે:150થી વધુ યાત્રાઓ અને અનુભવોનું દસ્તાવેજીકરણ

    1 day ago

    વરિષ્ઠ હિમાલયન સંશોધક, લેન્ડસ્કેપ ફોટોગ્રાફર, પ્રકૃતિપ્રેમી અને વન્યજીવનના શોખીન કિરીટ પી. રિંદાણી દ્વારા લખાયેલું ‘હિમાલયન ઓડિસી: અ ક્રોનિકલ ઑફ ઓવર 150 જર્નીઝ સ્પેનિંગ ઓવર સિક્સ ડિકેડ્સ’ પુસ્તકનું અમદાવાદમાં રવિવાર, 23 ઓગસ્ટે વિમોચન કરવામાં આવશે. 150થી વધુ યાત્રાઓ અને અનુભવોનું દસ્તાવેજીકરણ આ પુસ્તકમાં રિંદાણીએ છ દાયકા દરમિયાન કરેલી 150થી વધુ હિમાલય યાત્રાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. હિમાલયના વિવિધ પ્રદેશોના ભૂદૃશ્યો, વન્યજીવન, ખીણો અને આધ્યાત્મિક વારસાને પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. તસવીરો અને લેખકના અંગત અનુભવો સાથે રજૂ કરાયેલું આ પુસ્તક હિમાલય સાથેના તેમના લાંબા જોડાણ અને વિવિધ ભૂપ્રદેશોમાં કરેલા પ્રવાસોની અનુભૂતિ કરાવે છે. 5 નવેમ્બર, 1944ના રોજ જન્મેલા રિંદાણીએ છ દાયકાથી વધુ સમય હિમાલયની શોધખોળ અને તેની કુદરતી સુંદરતા તથા જૈવવિવિધતાના દસ્તાવેજીકરણમાં વિતાવ્યો છે. ‘હિમાલયન ઓડિસી’*માં તેમના આ અનુભવોને એકત્રિત કરવામાં આવ્યા છે. પુસ્તક હિમાલયની ભવ્યતા અને રહસ્યમયતાને રજૂ કરવાની સાથે તેના સમૃદ્ધ કુદરતી અને આધ્યાત્મિક વારસાને પણ ઉજાગર કરે છે. કમલ ત્રિવેદી અને અશ્વિની કુમારની વિશેષ ઉપસ્થિતિ પુસ્તકનું વિમોચન ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં થશે. તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ અને અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ અરુણ ઓઝા નિમંત્રક છે. પુસ્તક વિમોચન કાર્યક્રમ 23 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે, ISRO સામે, જોધપુર ટેકરા, અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમ ખાતે યોજાશે.
    Click here to Read More
    Previous Article
    વાલિયામાં બાઈક પર સ્ટંટ કરનાર યુવક ઝડપાયો:અગાઉ ડિટેઈન થયેલી બાઈક પર ફરી જોખમી સ્ટંટ કર્યા હતા
    Next Article
    ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ, 4000 બાળક જોડાયા:શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment