Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાનમ યોજનામાં કોર્પોરેશને મેળવવા કરતા ગુમાવ્યું વધારે:કોંગ્રેસે મંજૂર કરી ભાજપે રદ, સિંચાઈ વિભાગની 4000 કરોડ વ્યાજ માફી બાદ પણ મનપાએ 1079 કરોડ ભરવા પડશે

    1 day ago

    વડોદરા મહાનગરપાલિકાના માથે પાનમ યોજના અંતર્ગત 5000 કરોડ ઉપરાંતનું દેવું હતું. આ દેવું માફ કરવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા અનેકવિધ રજુઆત કરવામાં આવી અને તે બાદ સરકારે પેનલ્ટી અને વ્યાજના પૈસા માફ કરી દીધા. જો કે આ માફી બાદ પણ વડોદરા મહાનગરપાલિકાએ 1000 કરોડ ઉપરાંતની રકમ એક વર્ષના સમયગાળામાં ચૂકવવી પડશે ત્યારે આ સિલસિલો કેવી રીતે શરુ થયો અને શું હતી પાનમ યોજના ઉપરાંત કોર્પોરેશનના માથે આટલું મોટું દેવું કેવી રીતે ચઢ્યું તે વાત પણ અત્યંત રસપ્રદ છે. શું છે પાનમ યોજનાનો ઇતિહાસ પાનમ જળ વિતરણ યોજનાનો ઇતિહાસ વર્ષ 1971થી શરૂ થાય છે. તે સમયે ચૂંટાયેલી પાંખ અને તત્કાલીન કોંગ્રેસ શાસિત સરકારો દરમિયાન, વડોદરા શહેરની ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વીએમસી, ત્રણ જાહેર ક્ષેત્રના સાહસો (GSFC, IPCL, અને ગુજરાત રિફાઇનરી) અને રાજ્ય સરકાર વચ્ચે ભાગીદારી કરવામાં આવી હતી. આ કરાર હેઠળ વડોદરા મનપાએ ડેમના નિર્માણમાં મૂડી રોકાણ તરીકે પોતાનો હિસ્સો આપ્યો હતો. તે સમયે કોર્પોરેશને પોતાનો હિસ્સો અંદાજિત 9 કરોડ જેટલી રકમ આપી હતી અને તે બાદ 70 હજાર રૂપિયા મેઇન્ટેનન્સના નામે આપવાના હતા. જેની સામે એવી વાત થઇ હતી કે, કોર્પોરેશન રોજનું 38 મિલિયન ગેલન લીટર પાણી મેળવશે. ભાજપની સરકાર આવ્યા બાદ ભાગીદારીને એકપક્ષીય રીતે રદ કરી જો કે, 1990ના દાયકાના અંતમાં ભાજપ સરકારના શાસન દરમિયાન, 23 એપ્રિલ 1997ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ ભાગીદારીને એકપક્ષીય રીતે રદ કરવાનો નિર્ણય લેવાયો અને 26 ફેબ્રુઆરી 1998ના રોજ આ કરાર ઔપચારિક રીતે સમાપ્ત કરવામાં આવ્યો. આ કરાર રદ કરવા પાછળ મુખ્ય વિવાદ એ હતો કે સિંચાઈ વિભાગ પાનમમાંથી પાણી લેવા માટે વ્યાપારી અને ઔદ્યોગિક દરો લાગુ કરવા માંગતો હતો, જ્યારે વીએમસી માત્ર ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ (OM) ખર્ચ ચૂકવવા પર મક્કમ હતું. સિંચાઈ વિભાગે 2007માં 350 કરોડનું બાકી બિલ ફટકાર્યું કરાર રદ થયા પછી પણ વડોદરા મહાનગરપાલિકા માત્ર ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ (OM) ના ચાર્જ તરીકે નિયમિત ચૂકવણી કરતી રહી, જે માર્ચ 2005 સુધીમાં અંદાજે રૂ. 5.23 કરોડ જેટલી હતી. પરંતુ વર્ષ 2007માં વીએમસીને મોટો ઝટકો લાગ્યો જ્યારે સિંચાઈ વિભાગે વર્ષ 1997-98થી બાકી નીકળતા પાણીના દરો, તેના પર ચડેલું વ્યાજ અને પેનલ્ટી ગણીને રૂ. 350 કરોડનું બિલ ફટકાર્યું. વર્ષો સુધી વીએમસી આ બિલ સામે રજૂઆતો કરતી રહી અને કોર્પોરેશનના જનરલ બોર્ડે માત્ર રૂ. 5.14 લાખ પ્રતિ માસ જ OM તરીકે ચૂકવવાનો ઠરાવ કર્યો. 2026માં બાકી બિલનો આંકડો 5082 કરોડ થઇ ગયો સિંચાઈ વિભાગે ચક્રવૃદ્ધિ વ્યાજ અને પેનલ્ટી ઉમેરવાનું ચાલુ રાખતા આ આંકડો વધીને રૂ. 5082.08 કરોડ પર પહોંચી ગયો હતો, જે વીએમસીના વાર્ષિક બજેટના 85% કરતા પણ વધુ હતો. જો આ રકમ ચૂકવવી પડી હોત તો વડોદરા મનપા દેવાળું ફૂંકવાની કટોકટીમાં આવી ગઈ હોત. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વીએમસીની વર્ષો જૂની રજૂઆતોને ગ્રાહ્ય રાખીને આ વિવાદનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે અને આશરે રૂ. 4193 કરોડથી વધુની પેનલ્ટી અને વ્યાજની રકમ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. અને હવે કોર્પોરેશને 1079 કરોડ જેટલી રકમ ચૂકવવી પડશે. પહેલા 200 કરોડ અને પછી દર મહિને 100-100 કરોડ ચૂકવવા પડશે મહાનગરપાલિકાને હાલ વ્યાજની માફી તો મળી છે પરંતુ પાલિકાએ 1000 કરોડ ઉપરાંતની રકમ ચૂકવવી પડશે. જેમાં સૌથી પહેલા 200 કરોડ અને બાદમાં દર મહિને 100-100 કરોડનું ચુકવણું કરવું પડશે. એક વર્ષના સમયગાળામાં આ બાકી રકમ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે ખરેખર આ કરાર રદ થયા બાદ કોર્પોરેશને તો મોટો ઝાટકો જ ખાવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનને 23.57 રૂ. પ્રતિ લીટર લેખે બિલ મોકલવામાં આવ્યું પાનમ યોજનાનો કરાર રદ થયા બાદ સિંચાઈ વિભાગ દ્વારા કોર્પોરેશનને 350 કરોડથી વધુનું સૌ પ્રથમ બિલ મોકલવામાં આવ્યું હતું. જો કે 2007 માં સરકારરી પરિપત્રમાં જણાવ્યા મુજબ પીવાલાયક પાણી રૂ. 1 પ્રતિ એક હજાર લીટરનો દર ચૂકવવાનો હોય છે. અને કમર્શિયલ પાણી માટે રૂ. 10 પ્રતિ હજાર લીટર ચૂકવવાના હોય છે. પરંતુ જાણવા મલ્યા મુજબ વિભાગે રૂ. 23.57 પ્રતિ હજાર લિટરનું બિલ મોકલ્યું હતું. જે કમર્શિયલ કરતા બમણાથી પણ વધુ જોવા મળ્યું હતું. જો કે રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે માત્ર રજૂઆત જ થઇ, કોઈ વિરોધ કરવામાં ન આવ્યો. પાનમ યોજના અને કોર્પોરેશન ઊડતી નજરે - વર્ષ 1970માં ઠરાવ થયો અને પાનમ યોજના ઉભી કરવામાં આવી - વડોદરાર કોર્પોરેશન અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપની એ મળી કેપિટલ કોસ્ટ આપવાનું નક્કી કર્યું, કોર્પોરેશને 9 કરોડ કેપિટલ કોસ્ટ આપી - દર મહિને 70 હજાર રૂપિયા તે સમયે મેન્ટેનન્સ પાછળ અપાતા જેની સામે 38 મિલિયન ગેલન લીટર પાણી મેળવાનું હતું - ઓક્ટોબર 1998માં ચારેય સંસ્થાઓનો કરાર રદ કરાયો, કારણ કે કોઈ એગ્રીમેન્ટ થયું ન હતું. - 2007માં કમર્શિયલ બિલ મોકલી આપવામાં આવ્યું - બિલ માફ કરવાની વાટાઘાટો શરુ થઇ, માફ ન થયું પણ દર વર્ષે બિલ અને વ્યાજની રકમ વધતી ગઈ - 2018 માં આ બિલની રકમ 2089 કરોડ થઇ ગઈ - 2026માં કુલ બિલની રકમ 5000 કરોડને પાર પહોંચી - સરકારે પેનલ્ટી અને વ્યાજ માફી આપી અને મુદ્દલ ચૂકવવા માટે આદેશ કર્યો
    Click here to Read More
    Previous Article
    મકરપુરા GIDCની એરડા કંપનીમાં કરંટ લાગતા એપ્રેન્ટિસ યુવકનું કરુણ મોત:યુવક પોતાના માતા-પિતાની છત્રછાયા અગાઉથી જ ગુમાવી ચૂક્યો હતો, ITI કરીને ટ્રેનિંગમાં જોડાયો હતો, લોકોએ સુરક્ષા સામે સાવલો ઉઠાવ્યા
    Next Article
    નિકોલમાં બાંગ્લાદેશી યુવતીઓ સાથે દેહવ્યાપાર કરાવવાનો કેસ:કોર્ટે બે આરોપીને 4 વર્ષ અને એક આરોપીને 7 વર્ષ સખત કેદની સજા ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment