Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્યવાહી:લોયેજ ગામે ત્રણ દિવસથી ક્રાઈમ બ્રાન્ચે 400 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડ્યો,ફૂડ વિભાગના અધિકારીએ કહ્યું ફૂડ ઇન્સ્પેક્ટર કાલ કે પરમ દિવસે તપાસમાં જશે

    8 hours ago

    જૂનાગઢ જિલ્લામાં નકલી ખાદ્ય પદાર્થોનું નેટવર્ક વકર્યું છે ત્યારે ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંગરોળ તાલુકાના લોએજ ગામેથી આશરે 400 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો લાખોની કિંમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાની આશંકા છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ કાર્યવાહીના ત્રણ-ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં જૂનાગઢનું ફૂડ વિભાગ હજુ સુધી તપાસ સ્થળે પહોંચવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. પોલીસ વિભાગે પોતાનું કામ કરીને શંકાસ્પદ ઘી નો જથ્થો પકડી પાડ્યો છે, પરંતુ ટેકનિકલ તપાસ અને સેમ્પલિંગની જવાબદારી જે વિભાગની છે તે ફૂડ વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ ગંભીર બેદરકારી અંગે જ્યારે જૂનાગઢ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દવે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના જવાબોએ આશ્ચર્ય સર્જ્યું હતું. શરૂઆતમાં તેમણે આ ઓપરેશન અંગે કોઈ માહિતી જ ન હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારબાદ લૂલો બચાવ કરતા જણાવ્યું કે, વિભાગ પાસે માત્ર એક જ ફૂડ ઇન્સ્પેક્ટર છે અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી વીઆઈપી પ્રોટોકોલની ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી લોએજ જઈ શક્યા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લાખોની કિંમતનો અખાદ્ય જથ્થો પકડાયો હોય ત્યારે વિલંબ કેમ? ત્યારે અધિકારીએ કહ્યું કે "જો ફૂડ ઇન્સ્પેક્ટર ફ્રી ન હોય તો અમે શું કરીએ ? તે ફ્રી ન હોય તો ત્યાં કેવી રીતે જાય ?" ત્યારે અધિકારીના આવા જવાબો એ લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે લોએજમાં જ્યાં ઘીનો જથ્થો પકડ્યો છે ત્યાં પોલીસ જવાનોને તેના રક્ષણ માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે, પરંતુ ફૂડ વિભાગના વિલંબને કારણે આગળની કાયદેસરની કાર્યવાહી અટકી પડી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું ફૂડ વિભાગ આ કાળા કારોબારના આકાઓને બચાવવા માટે જાણીજોઈને સમય બગાડી રહ્યું છે ? ત્રણ દિવસનો આ સમયગાળો મુખ્ય આરોપીઓને પોતાની પુરાવાઓ સગેવગે કરવાની કે ભૂગર્ભમાં ઉતરી જવાની તક આપી રહ્યો હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી. અગાઉ કાળવા ચોકમાંથી દૂધનું ટેન્કર અને કેશોદમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો પણ પોલીસે જ પકડવો પડ્યો હતો, જે ફૂડ વિભાગના અસ્તિત્વ સામે જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે આ મામલે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે માંગરોળના લોએજ ગામેથી ઝડપેલા 400 કિલો શંકાસ્પદ ઘી અંગે ફૂડ વિભાગને લેખિત અને મૌખિક બંને રીતે જાણ કરી દીધી છે. કાયદાકીય રીતે આ જથ્થાના નમૂના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા લેવામાં આવે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે તે અનિવાર્ય છે. જ્યાં સુધી ફૂડ વિભાગ આ પ્રક્રિયા પૂર્ણ ન કરે ત્યાં સુધી પોલીસ આગળની અન્ય કાર્યવાહી કરી શકતી નથી. જ્યારે ફૂડ વિભાગની આળસને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 'કાલ કે પરમ દિવસ'નો વાયદો કરનાર ફૂડ વિભાગ ક્યારે જાગે છે અને આ નકલી ઘીના કાળા વ્યવસાયનો પર્દાફાશ થાય છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    સચિન-નવસારી હાઈવે પર ટ્રાફિકમાંથી મુક્તિ:સતવલ્લા બ્રિજ ખુલ્લો મુકાયો, સી. આર. પાટીલ હસ્તે રૂ.125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    CIA Ex Chief Who Hunted Bin Laden Has A Hormuz Advice For Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment