Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ‎:પોરબંદર યાર્ડમાં બારાડી પંથકમાંથી 400 કિલો સૂકા લાલ મરચાની આવક

    1 week ago

    પોરબંદરના માર્કેટયાર્ડમાં વિવિધ જલસીઓની આવક જોવા મળતી હોય છે ત્યારે માર્કેટયાર્ડમાં બારાડી પંથકમાંથી 400 કિલો લાલ સૂકા મરચાની આવક શરૂ થઈ છે.માર્કેટયાર્ડમાં ખેડૂતોને લાલ મરચાના પ્રતિકિલોના 110 થી 372 રૂપિયા પ્રતિકીલોના ભાવ મળી રહ્યા છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં સિઝન મુજબ વિવિધ ખેડૂતોની જલસીની આવક વિવિધ વિભાગોમાં થતી હોય છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ બારાડી પંથકમાંથી લાલ સૂકા મરચાની આવક શરૂ થઈ છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં દેવભૂમિ દ્વારકાં જિલ્લાના કલાણપૂર,ગોરિજા,વાસુ, કોસાડા ગામોમાંથી ખેડૂતો લાલ સૂકા મરચાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં બુધવારે 400 કિલો સૂકા લાલ મરચાની આવક થઈ રહી છે. આ લાલ સૂકા મરચાના ખેડૂતોને રૂપિયા 110 થી 372 રૂપિયા ભાવ મળ્યો હતો. પોરબંદરના માર્કેટયાર્ડમાં હાલ જીણા મરચા, જાડા મરચા, રેશમપટ્ટો મરચા,કાસળી મરચાની આવક થઈ રહી છે જોકે દર વર્ષ બારાડી પંથકમાંથી લાલ મરચાની ઉનાળાના પ્રારંભે આવક થાય છે. કમોસમી વરસાદને લઈને આ વર્ષે માત્ર 5 ટકા જ આવક થઈ પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે બારાડી પંથકમાંથી રોજ લાલ સૂકા મરચાની આવક થતી હતી ત્યારે આ વર્ષે દિવાળી દરમ્યાન કમોસમી વરસાદ પડતાં જ મરચાનો પાક બગડી જતા હાલ યાર્ડમાં માત્ર 5 ટકા જ મરચાની આવક થઈ છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:ખાપટમાં લોકાર્પણ પૂર્વે જ શૌચાલય બિસ્માર બન્યું,ઝાડી ઝાખરનું સામ્રાજ્ય
    Next Article
    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢ એસટી ડિવિઝનને નવી 16 બસો મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment