Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્લોબલ રિસાઇકલિંગ ડે નિમિત્તે જાગૃતિ અભિયાન:400 કિલો ઈ-વેસ્ટ અને 2 ટન પ્લાસ્ટિક કચરો ભેગો કરી રિસાઇકલિંગ માટે અપાયો

    8 hours ago

    ગ્લોબલ રિસાયક્લિંગ ડે નિમિત્તે કચરેથી આઝાદી ફાઉન્ડેશન દ્વારા શાળા, સોસાયટી અને ગામોમાં વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોમાં કચરા વિભાજન, રિસાઇકલિંગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે દરમ્યાન ફાઉન્ડેશન દ્વારા 400 કિલોગ્રામથી વધુ ઈ-વેસ્ટ તેમજ 2 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો. એકત્રિત થયેલા કચરાનું યોગ્ય રીતે સંચાલન કરી પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ, નાગરિકો અને ગ્રામજનોને કચરાના વિવિધ પ્રકાર વિશે માહિતગાર કરી, રિસાયક્લિંગનો ઉપયોગ વધારી કચરેથી આઝાદી ફાઉન્ડેશન સતત પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે કાર્યરત રહી આવી પહેલો મોટા બદલાવ તરફનું એક પગલું છે. જેનાથી લોકોમાં જાગૃતિ લાવી શકાય છે. તેમ કચરે સે આઝાદીના સુનિત ડબકેએ જણાવ્યું હતું. કચરાને બદલે સોસાયટીમાં 18 ફ્રી બેન્ચનું વિતરણ ફાઉન્ડેશન દ્વારા ‘150 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો આપો અને 1 બેચ મફત મેળવો’ યોજનાના હેઠળ વિવિધ સોસાયટીને કુલ 18 બેચનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે લોકોમાં પ્રોત્સાહન વધારવાનું ઉત્તમ ઉદાહરણ સાબીત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરાઈ:800 મીટર દોડ, સ્ટ્રેચિંગ, વર્ટિકલ જમ્પથી ખેલાડીઓની શક્તિ પરખાઇ
    Next Article
    Social Media Impacts Youth Wellbeing, Girls Most Affected: UN Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment