Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકલી દિવસ:નવસારીમાં છેલ્લા 40 વર્ષમાં ચકલીની સંખ્યામાં અંદાજે 80 ટકાથી વધુ ઘટાડો

    1 week ago

    20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભૂતકાળમાં ચકલી એક રીતે માનવ જીવન સાથે જોડાયેલ પક્ષી કહેવાતું હતું. ગામડા ઉપરાંત શહેરોમાં પણ ઘણા ઘરોમાં ચકલીની આવનજાવન રહેતી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રમશઃ સ્થિતિ બદલાઈ અને ચકલીના અસ્તિત્વ સામે પણ જોખમ સર્જાવા લાગ્યું છે. પક્ષી નિષ્ણાત ડો.રાજેન્દ્ર દેસાઈ જણાવે છે કે, ‘અગાઉના વર્ષોમાં તો લોકોના ઘરો ભારટવાળા હતા જ્યાં ચકલી પોતાના માળા બનાવતી. ભારટમાં પૂઠાં રખાતા જે ચકલીના માળા માટે અનુકૂળ રહેતું હતું. હવે ઘરોમાં ભારટ નથી તથા નવી પદ્ધતિના ઘરો બનતા ચકલીના માળા માટે અવકાશ યા યોગ્ય જગ્યા રહેતી નથી. જો ચકલીને બચાવવા પૂરતા પ્રયત્ન નહી થાય તો તકલીફ થાય એમ છે. છેલ્લા 40 વર્ષમાં અગાઉ કરતા 10 યા 20 ટકા ચકલી જ આપણે ત્યાં જોવા મળે છે.'' ડાંગમાં હજુ ટોળામાં જોવા મળે છે આપણે ત્યાં તો ચકલી વધુ જોવા મળતી નથી પણ નજીકના ડાંગ જિલ્લામાં હજુ કાલીબેલ સહિતના વિસ્તારમાં ટોળામાં સારી સંખ્યામાં ચકલી જોવા મળતી હોવાનું ડો.રાજેન્દ્ર દેસાઈ કહે છે.નવસારી જેવા વિસ્તાર કરતા તો ફરક છે. એક કારણ ત્યાંના આપણે ત્યાંથી અલગ પ્રકારના ઘરો હોય શકે, જેથી પક્ષીને રહેવા માફક આવી શકે.
    Click here to Read More
    Previous Article
    કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થવાની શક્યતા‎:નવસારીમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાયો, ઠેર ઠેર વીજળી ડૂલ, કેરી અને ચીકુમાં નુકસાનની ભીતિ
    Next Article
    ‘રંગોત્સવ’ કાર્યક્રમનું શાનદાર આયોજન કરાયું:નવસારીની નગર પ્રાથમિક શાળા નં. 8 માં ‘રંગોત્સવ'ની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment