Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર:7 દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત, મોટાભાગના શહેરમાં મહતમ તાપમાન 35 °Cથી વધુ

    9 hours ago

    આગામી 7 દિવસ સુધી ગુજરાત તેમજ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કોઈપણ વિસ્તારમાં વરસાદ માટેની કોઈ ચેતવણી કે આગાહી આપવામાં આવી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં હવામાન સુકું નોંધાયું હતું. રાજકોટમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર હવામાન વિભાગની આગાહી અનુસાર, નૈઋત્ય અરબી સમુદ્ર પર બનેલું લો પ્રેશર એરિયા યથાવત છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધીને સોમાલિયાના કિનારા તરફ ફંટાય તેવી સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં આગામી સમયમાં મહત્તમ તાપમાન આશરે 37.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આશરે 24.6 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉપરથી લઈને નોંધપાત્ર રીતે ઉપર રહ્યું હતું, જ્યારે ગુજરાત ક્ષેત્ર અને કચ્છમાં તે સામાન્યથી ઉપર નોંધાયું હતું. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે વધીને સામાન્ય કરતા ઉપર રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં આયુષ કેમ્પમાં 543 લોકોએ લીધો લાભ:11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની શાખા દ્વારા નિદાન કેમ્પ યોજાયો
    Next Article
    પ્રોપેનના ભાવમાં ટને રૂ.7300નો વધારો:મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, ઉદ્યોગકારોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment